• એક વર્ષ પહેલા આપ પાર્ટીમાં જોડાયા હતા કાછડિયા

  • આમ આદમી પાર્ટીમાં પ્રદેશ મહામંત્રીના પદ પર કાર્યરત હતા
  • કોંગ્રેસમાંથી આપમાં જોડાયા હતા દિનેશ કાછડીયા

સુરત શહેરમાં આમ આદમી પાર્ટીમાં ફરી ગાબડુ પડ્યુ છે. આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. ઉલ્લેખનીય છે કે દિનેશ કાછડિયા કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આજે તેમને આપ પાર્ટીમાંથી છેડો ફાડ્યો છે.

છેલ્લા કેટલાય સમયથી પાર્ટીથી હતા નારાજ

તમને જણાવી દઈએ કે એક વર્ષ પહેલા જ દિનેશ કાછડિયા કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને છેલ્લા કેટલાક સમયથી તેઓ પાર્ટીથી નારાજ હતા અને તેમને એક વર્ષમાં આપ પાર્ટીમાં પોતાની કોઈ ઉપયોગીતા ના જણાઈ જેના કારણે નારાજ થઈને પાર્ટીમાં રાજીનામું આપ્યું છે. દિનેશ કાછડિયા આમ આદમી પાર્ટીમાં પ્રદેશ મહામંત્રીના પદ પર કાર્યરત હતા.

એપ્રિલ મહિનામાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આપ્યું હતું રાજીનામું

અગાઉ લોકસભા ચૂંટણી પહેલા AAP પાર્ટીને ઝટકો લાગ્યો હતો. તેમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપ્યુ હતું. અલ્પેશ કથિરિયા આપ દક્ષિણ ઝોનના કાર્યકરી પ્રમુખ હતા. તેમજ ધાર્મિક માલવિયા ઓલપાડ વિધાનસભામાં લડ્યા હતા. બંને નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામા મામલે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી બાદથી અમે નિષ્ક્રિય હતા. અલ્પેશ કથિરીયાએ જણાવ્યું છે કે બીજાઓને ચાન્સ મળે તે માટે રાજીનામુ આપ્યું. મને આપ પાર્ટીએ ટિકિટ આપી હતી અને નામ પણ મળ્યું. કોઈ દબાણમાં રાજીનામુ આપ્યું નથી. આપ પાર્ટીના કોઈ નેતાથી નારાજગી ન હતી.


  • Follow us on: