લખતરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા 8મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે વિશ્વની દરેક માતૃશક્તિના સન્માનમાં માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન ગુજરાતના દરેક તાલુકામાં કરવામાં આવ્યું છે.
ભારતીય નારી શક્તિસ્વરૂપમાં છે. અગ્નિશિખા છે. સાથે સાથે પરિવારનો આધારસ્તંભ છે. ભારતમાં વૈદિક કાળથી ભારતીય નારીએ દરેક ક્ષેત્રમાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભારતની આ પુણ્ય ધરા ઉપર ગાર્ગી, લોપા, આપલાજેવી વિદૂષીઓ તથા રાણી દુર્ગાવતી, રાણી રુદાબાઈ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી અનેક વિરાંગનાઓએ દેશ અને સંસ્કૃતિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. માતા સીતા, માતા અનસૂયા, સતી સાવિત્રી, મીરાબાઈ, માતા અહલ્યાબાઈ જેવી અનેક સતી અને દેવી સ્વરૂપા ભારતીય નારીને સદૈવ પ્રેરણા આપે છે.
લોકમાતા, રાજમાતા, પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિની ઉજવણી ભારત ભરમાં કરવામાં આવી છે. લોકમાતા અહિલ્યાબાઈએ વિષમ પરિસ્થિતિમાં પણ પતિ, પુત્ર અને પિતા સમાન શ્વસુરને ગુમાવ્યા બાદ શાસનની ધુરા સંભાળીને સુંદર સુશાસન વ્યવસ્થા થકી રાજ્યમાં વેપાર, કલા, શિક્ષણ, વહીવટી કુશળતા, સુંદર નગર રચના તેમજ આજથી ત્રણસો વર્ષ પહેલાં સ્ત્રી શિક્ષણની શરૂઆત, વિધવાઓને સન્માન પૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો. ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે ભારતના દરેક ખૂણે ખૂણે અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કરી અનેક કુવા, ઘાટ અને વાવ બનાવ્યાં. આવા વિરાટ વ્યક્તિત્વને દુર્ભાગ્ય વશ આઝાદી પછી જન જનના હૃદયમાં સ્થાન નથી મળ્યું. આથી જ વિશ્વ મહિલા દિન નિમિત્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પુણ્ય શ્લોકા અહલ્યા બાઈ હોલકરના જીવનને કેન્દ્રસ્થાને રાખી અને ભારતીય નારીને પ્રેરણા આપવા માટેના" માતૃશક્તિ વંદના" કાર્યક્રમનું ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આયોજન થયું જેમાં ભાવનાબેન વ્યાસે મહિલાઓની સાંપ્રત સમયમાં ભૂમિકા બાબતે પાથેય પૂરું પાડ્યું અરુણાબા વાઘેલાએ માતૃ શક્તિ ના વિવિધ સ્વરૂપો અને જવાબદારીની વાત કરી અને તાલુકા મહિલા ઉપાધ્યક્ષ ચેતનાબા ડોડીયા ઉપસ્થિત રહ્યા, આ કાર્યક્રમ માં જિલ્લા અધ્યક્ષ રણછોડભાઈ કટારીયા અને ગજેન્દ્રસિંહ ઝાલા ડિરેક્ટર એ.વી. ઓઝા બી.એડ કોલેજ ની વિશેષ હાજરી રહી, શિક્ષણમંત્રી શિક્ષણ વિભાગ દ્વારા પણ કાર્યક્રમમાં હાજર રહેનાર શિક્ષકા બહેનોને ઓન ડ્યુટી આપવા માટેની સૂચના છે