મહેસાણાના વિજાપુરના ફુદેડા ગામના તલાટીનું ડેન્ગ્યુથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.તલાટી મૌલીક દરજીનું સારવાર દરમિયાન મોત થયું છે.ડેન્ગ્યુથી મોત બાદ જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને ફોંગિગ કામગીરી અને દવાનો છંટકાવ કરવાની કામગીરી કરી રહી છે,ત્યારે અન્ય લોકોને તાવ આવે છે તેને લઈ પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.


તલાટીનો ડેન્ગ્યુ રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ

મહેસાણાના વિજાપુરના ફુદેડા ગામના તલાટીનું મોત નિપજતા ગામમાં પણ શોકનો માહોલ છે,તલાટીનો ડેન્ગ્યું રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.વહેલી સવારે મોત થયું છે જેને લઈ આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

ડેન્ગયુ એટલે શું

ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

  • Follow us on: