રાજકોટમાં નકલી કારોબારની બોલબાલ જોવા મળી રહી છે. શહેરમાં વધુ એક ડુપ્લીકેટ કારસ્તાનનો આતંક જોવા મળ્યો. શહેરમાં આજી ડેમ પાસે બે શખ્સ દ્વારા બાઈક ચાલકની પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવવામાં આવ્યા. બાઈક ચાલકને નકલી કેસમાં ફસાવી દેનારા બે શખ્સ સામે થોરાળ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે નકલચી શખ્સોને શોધવા CCTVના આધારે શોધખોળ તપાસ આદરી.


બાઈક ચાલકને બે ગઠિયા બનાવી ગયા

શહેરમાં આજીડેમ પાસે આવેલ અમૂલ સર્કલ પાસે બાઈક ચાલકને બે ગઠિયા બનાવી ગયા.અમૂલ સર્કલ પાસે બાઈક ચાલકને અજાણ્યા બે શખ્સોએ તેને રોકી લીધો. આ બંને શખ્સોએ પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો એટલે બાઈક ચાલક તેમના રોકવાથી ઉભો રહ્યો. દરમ્યાન બંને શખ્સોએ બાઈક ચાલકને કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી. પોલીસની ઓળખ આપનાર બંને શખ્સોએ ચાલકને ધમકી આપી કે જો તું અમને રૂપિયા નહીં આપે તો તારું નામ પોલીસ ચોપડે ચઢી જશે. અને તું પોતાને નિર્દોષ સાબિત કરવા પોલીસ અને કોર્ટના ધક્કા ખાતો રહીશ. બાઈક ચાલકે શરૂઆતમાં બંને શખ્સને પૈસા આપવામાં આનાકાની કરતાં તેને માર માર્યો. અંતે તેમનાથી છુટકારો મેળવવા બાઇક ચાલકે 23.000 રૂપિયા આપ્યા.

CCTV ના આધારે શરૂ કરી તપાસ

બાઈક ચાલક યુવાન થોરાળા પોલીસ સ્ટેશન પંહોચ્યો અને સમગ્ર હકીકત જણાવી. પોલીસને શંકા છે કે બંને શખ્સ ખરેખર પોલીસકર્મી નથી પરંતુ બનાવટી છે. જો કે થોરાળા પોલીસે બાઈક ચાલકની ફરિયાદ નોંધી પોલીસની ઓળખ આપનાર અજાણ્યા બંને શખ્સની CCTV ના આધારે સમગ્ર મામલે બન્ને આરોપીઓ ની શોધખોળ શરૂ કરી.


  • Follow us on: