મહેસાણાના કડીના રંગપુરડા કેનાલ પર અનોખી ઘટના બની હતી જેમાં કેનાલ પર આરોપીઓએ લૂંટ ચલાવી અને ત્યારબાદ યુવક-યુવતીને કેનાલમાં ફેંકી દીધા હતા,તો સગાઈ કરેલા યુવક-યુવતી કેનાલ પર મળ્યા હતા અને ત્યા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,તો સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથધરી હતી.
કડીના રંગપુરડા કેનાલ પર યુવક-યુવતી સાથે લૂંટ
કડીના રંગપુરડા કેનાલ પર યુવક-યુવતી સાથે લૂંટની ઘટના બની હતી અને ત્યારબાદ સોના-ચાંદીના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા,તો માર મારી યુવક-યુવતીને ફેંકી દેવામાં આવ્યા હતા તો યુવક-યુવતી મહામહેનતે કેનાલની બહાર નીકળ્યા હતા,પહેલા છરી બતાવી અને ત્યારબાદ લૂંટ કરવામાં આવી હતી તો ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,ત્યારે જોવાનું એ રહ્યું કે આરોપીઓ પોલીસની પકડમાં કયારે આવે છે.સમગ્ર કેસમાં યુવકે ફરિયાદ નોંધાવી છે.
કડીમાં પણ 60 અસામાજિક તત્વો જેલ ભેગા થશે
કડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 60 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે હત્યા, અપહરણ, છેડતી અને ગેંગવોર જેવા ગુનાઓમાં સંડોવાયેલા હનીફ ઉર્ફે જાડી કાદરભાઈ વેપારી અને ઇરફાન ઉર્ફે ગીરી મલેકના ઘુમટીયા તળાવ કિનારેના ગેરકાયદે દબાણો દૂર કર્યા છે.