- પ્રાથમિક શાળામાં ભરતીના નિયમો સંદર્ભે ચર્ચા
- આખરીકરણ બાદ નિયમોનું નોટિફિકેશન થશે પ્રસિદ્ધ
- ભરતી સંદર્ભે નિયમો જાહેર થતા માર્ગ મોકળો થશે
સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ સરકારી તેમજ ટ્રસ્ટ અને મંડળ સંચાલિત પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં શાળા સંગાથી યોજના હેઠળ શિક્ષક તરીકે ટ્રસ્ટ દ્વારા માનદ વેતનના ધોરણે નિમણૂક આપવા તેમજ ભરતી માટે પસદંગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્રારા એક બેટક યોજવામાં આવી હતી જેમાં પ્રાથમિત શાળામાં ભરતીને ટૂંક સમયમાં નવુ નોટીફિકેશન થઈ શકે છે પ્રસિદ્ધ.
7500 શિક્ષકોની ભરતી કરી શકે છે સરકાર
TAT અને TET ભરતીને લઈ સરકાર માધ્યમિક અને હાયર માધ્યમિકમાં 7500 શિક્ષકોની ભરતી કરશે. ટેટ 1 અને 2 માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે. તેમજ આવતા સમયમાં આયોજન ભરતી નિયમો પૂરા થતાની સાથેએ શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે.ટેટ-ટાટ ઉમેદવારો હવે બળાપો કાઢી રહ્યાં છે. વિધાનસભામાં સરકારે કબુલ્યું હતું કે, રાજ્યની શાળાઓમાં 80 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. તો પછી શા માટે તે ભરતી નથી કરાતી? ભુતકાળમાં જયારે પણ રજૂઆતો કરાઈ ત્યારે સરકારે કાયમી ભરતી થશે એવુ આશ્વાસન આપ્યુ હતુ. છેલ્લે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે 15મી જાન્યુઆરી સુધીમાં કાયમી ભરતી થવાની પ્રક્રિયા કરાશે એવુ આશ્વાસન આપ્યુ હતુ.
ઉમેદવારોએ થોડાક દિવસ અગાઉ ગાંધીનગરમાં આંદોલન કર્યુ હતુ
ઉમેદવારો શિક્ષણમંત્રી કુબેર ડીંડોરને મળ્યા હતા તેઓએ એવું કહ્યું કે, શિક્ષણ સચિવ વિનોદ રાવ જો મને કાયમી ભરતીની દરખાસ્ત રજૂ કરશે તો પ્રક્રિયા હાથ ધરાશે.આથી જ્યારે અમે વિનોદ રાવનો મળ્યા તો તેઓએ એવું કહ્યું કે, કાયમી ભરતીની સત્તા શિક્ષણમંત્રી-સરકાર પાસે છે. તમે લોકો ત્યાં રજૂઆત કરો.અંતે ટેટ-ટાટની યુવક-યુવતીઓની એવી માંગણી છે કે, કાયમી ભરતી માટે શિક્ષણ મંત્રીએ આપેલું વચન હવે તેઓ નિભાવે. જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે.
ટેટના ઉમેદવારોને લઈ ટૂંક સમયમાં આવશે સારા સમાચાર
અગાઉ કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં ટેટ માધ્યમિક અને ટેટ ઉચ્ચ માધ્યમિક પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.