વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષના પૂર્ણ થયે તા. 7 થી 15 ઓક્ટોબર દરમિયાન બોટાદ જિલ્લામાં વિકાસ સપ્તાહની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાત રાજ્યની સાથે બોટાદ જિલ્લો પણ કદમતાલ મિલાવી રહ્યો છે, ત્યારે વિકાસ સપ્તાહના અંતિમ દિવસે બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનના સુંદર પરિસરમાં સમાપન કાર્યક્રમ યોજાયો હતો.
લોકનૃત્યની રજૂઆત કરાઈ














