ગુજરાતમાં નશો કરવા પર પ્રતિબંધ છે. નશાખોરો નશામાં લોકોને હેરાન પરેશાન કરી નાખે છે. તો અતિશય દારુ પીતા લોકો લોકોને હેરાન તો કરે છે. પરંતુ પોતાના પરિવારને પણ બરબાદ કરી નાખે છે. દારુડિયાઓ અને નશાખોરોનો ત્રાસ ગુજરાતમાં ધીમે ધીમે ખૂબ જ વધી ગયો છે. વડોદરામાં એક નશાખોરનો આતંક સામે આવ્યો છે. વડોદરામાં નશો કરેલા એક વ્યક્તિએ તોફાન મચાવ્યું હતું. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.


નશાખોરનો આતંક

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 2 દિવસ પૂર્વે વડોદરામાં નવાયાર્ડમાં ધમાલ મચાવનાર નશાખોર ઝડપાયો હતો. નશાખોરે નશામાં ધમાલ મચાવતા આસપાસના લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા. નવા યાર્ડ વિસ્તારમાં વસીમ ધાંધલનો વીડિયો સોશિયલ મીડિયોમાં ખૂબ જ વાયરલ થયો હતો. નશાખોર વસીમે તોફાન મચાવ્યું હતું. જેથી ત્રાસેલા લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફતેગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ નશાખોર તોફાન કરતો રહ્યો અને પોલીસને પણ હંફાવી મૂકી હતી.

પોલીસે કરી કાર્યવાહી

ફતેગંજ પોલીસે નશાખોર વસીમને ઝડપી લીધો હતો. જે દરમિયાન નશાખોર વસીમની ધરપકડ દરમિયાન PCR વાહનના કાચ તૂટ્યા હતા. જોકે, PCR વાનના કાચ કેવી રીતે તૂટ્યા તે અંગેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. તો વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે તેમ માથાભારે વસીમે મારામારી કરી હોવાનું વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું હતું. પોલીસે સમગ્ર મામલે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: