• ભરતી મેળામાં સ્ટેજ પર બુટલેગરને બેસાડાતા ચર્ચા
  • 8 જેટલા ગુનાના આરોપીનું બુકે આપી સ્વાગત કરાયું
  • બુટલેગરનું સ્વાગત કરાતા વિપક્ષે સવાલ ઉઠાવ્યા

છોટાઉદેપુર ભાજપના કાર્યાલય ખાતે ભરતી મેળામાં અલીરાજપુરના વતની અને ગુજરાતમાં 8 જેટલા પ્રોહિબિશના ગુનાના આરોપી બુટલેગરને સ્ટેજ પર બેસાડ્તા વિવાદ સામે આવ્યો છે. એટલું જ નહીં મધ્ય ઝોનના પ્રભારી અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા હાજરીમાં કુખ્યાત બુટલેગરનું ગુલાબનું ફૂલ આપીને સન્માન કરી રહ્યા છે. 


હાલ ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. ત્યારે ઘણાં લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અલીરાજપુરનો વતની અને ગુજરાતના ગુનાનો આરોપી બુટલેગર ભગવતીપ્રસાદ ઉર્ફે પિન્ટુ દ્વારકાપ્રસાદ જયસ્વાલને સ્ટેજ પર બેસાડ્યો હતો. એટલું જ નહીં ભાજપના કાર્યાલય ખાતે ભરતી મેળામાં બુટલેગરનું સન્માન કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત એવી પણ વિગતો સામે આવી છેકે, છોટાઉદેપુર ભાજપ કાર્યલાય બનાવવા માટે બુટલેગર પીન્ટુ જયસ્વાલ પાસેથી જગ્યા વેચાતી લીધી છે. જ્યારે આરોપી બુટલેગરની છોટા ઉદેપુર જીલ્લા SOG દ્વારા તા. 22/12/2022 ના રોજ અલીરાજપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

  • Follow us on: