- વન વિભાગ જુનાગઢ અને ગીર સોમનાથ પોલીસ દ્વારા સંયુક્ત એક્શન પ્લાન
- સાસણ સિંહ સદન ખાતે વન્ય પ્રાણી સંબંધિ ગુન્હાઓ અટકાવવા બેઠક મળી
- ગેરકાયદે સિંહ દર્શન અટકાવવા માટે પેટ્રોલિંગ સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે
ગેરકાયદેસર લાયન શોને અટકાવવા માટે વન વિભાગ જુનાગઢ અને ગીર સોમનાથ પોલીસ દ્વારા સંયુક્ત એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. અને જે અંગેની એક બેઠક સાસણ ખાતે યોજાઇ હતી. સાસણ સિંહ સદન ખાતે વન્ય પ્રાણી સંબંધિ ગુન્હાઓ અટકાવવા તથા વન વિભાગ પોલીસ સહિતની જુદી -જુદી એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટે વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલ જોઈન્ટ મીટ યોજાઈ હતી.
ગેરકાયદે સિંહ દર્શન અટકાવવા માટે પેટ્રોલિંગ સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે
આ બેઠકમાં દિવાળી પર્વ નજીકના દિવસોમાં આવી રહ્યું હોવાથી, આ સમય દરમિયાન સાસણ સહિતના સ્થળોએ સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે. ત્યારે વન વિભાગ અને પોલીસ દ્વારા ગેરકાયદે સિંહ દર્શન અટકાવવા માટે પેટ્રોલિંગ સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે જરૂરી સંકલન કરવા ચર્ચા કરવામાં આવી હતી. ગીર સાસણને વન્યપ્રાણી સંરક્ષણ માટે દેશના બીજા રાજ્યો એક મોડલ સ્વરૂપે જુએ છે. ત્યારે વાઇલ્ડ લાઈફ સંબંધી ક્રાઇમ નહીવત બને તે દિશામાં આગળ વધવું જોઈએ. ઉપરાંત ગેરકાયદે સિંહ દર્શન અટકાવવા માટે કડક સાથે કાર્યવાહી કરવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું. આ સાથે તેમણે વન્ય પ્રાણીઓ સામેના ગુના અટકાવવા જરૂરી આગોતરા પગલા લેવા, અન્ય એજન્સીઓ સાથે સંકલન વગેરે બાબતોએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સૌરાષ્ટ્રમાં સાસણ ગીરના એશિયાટિક સિંહો વિશ્વભરમાં પ્રસિદ્ધ
સૌરાષ્ટ્રમાં સાસણ ગીરના એશિયાટિક સિંહો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આગામી સમયમાં દિવાળીની રજાનો માહોલ રહેશે. આ રજાઓમાં સિંહ પ્રેમીઓનો ગીરમાં ભારે ધસારો જોવા મળી શકે. તો કેટલાક લોકો સિંહ જોવા ના મળતા કેટલાક લોકો સાથે સાંઠગાંઠ કરી સિંહ પ્રદર્શન જોવાનો આગ્રહ રાખે છે. પરંતુ વનમાં વિચરતા એવા રાજા માટે આ બાબત કેટલીક વખત સમસ્યારૂપ બની શકે છે. આથી તકેદારીના ભાગરૂપે વનવિભાગ પોલીસે ગીરમાં ગેરકાયદેસર સિંહ પ્રદર્શન રોકવા માટે ઝુંબેશ શરૂ કરી છે. સાસણ ગીર ટૂરિઝમના આંકડા મુજબ લગભગ 5 લાખ પ્રવાસીઓ લાયન સફારી માટે ગીરમાં આવે છે અને દેવળીયા પાર્કની મુલાકાત લે છે.
એશિયાટિક સિંહોનું મનપસંદ રહેઠાણ ગીર વિસ્તાર
એશિયાટિક સિંહોનું મનપસંદ રહેઠાણ ગીર વિસ્તાર કહેવાય છે. અત્યારે તહેવારોનો સમય ચાલી રહ્યો છે ત્યારે દિવાળીની રજાઓમાં એશિયાટીક સિંહોના રહેઠાણમાં રાજ્ય અને બહારના પ્રવાસીઓનો ભારે ધસારો રહેતો હોય છે. ગીરના સિંહોનું દેશભરમાં અનેરું આકર્ષણ છે. ગીરના સિંહો વધુ પડતા આ સિઝનમાં જ બહાર જોવા મળે છે. જેને જોવા ગુજરાત ઉપરાંત અન્ય વિસ્તારનો લોકો આ સમયમાં ઉમટી પડે છે. આથી જ પ્રવાસીઓની હાજરીથી સિંહોની સુરક્ષા જળવાઈ રહે માટે વન વિભાગ પોલીસ દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.