• સાસણ સફારી પાર્કમાં નવી 110 મોડીફાઈડ ગાડીઓ મુકાશે
  • નવા ભાડામાં રૂ. 3500 સુધીનો વધારો કરવામાં આવ્યો છે
  • પહેલીવાર ગુજરાતી સાથે હિન્દી-અંગ્રેજી ગાઈડ મળશે 

ચોમાસાના ચાર મહિનાના સાસણ ગીર અભયારણ્યમાં પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ હતું, પરંતુ આગામી 16 ઓકટોબરથી સિંહોનું વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે, શિયાળુ સત્રનો આરંભ થઈ રહ્યો છે, તેવામાં આ વર્ષથી વન વિભાગ દ્વારા અહી આવતા પર્યટકો માટે અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. સીસીએફ આરાધના શાહુએ જણાવ્યું કે, ગતવર્ષે સાસણ, આંબરડી, અને દેવળિયામાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક 8 લાખ કરતા વધુ પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા હતા, ત્યારે આગામી 16 ઓકટોબરથી જયારે સાસણ ગીર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલી રહ્યું છે, જેમાં અહી આવનારા પ્રવાસીઓની સુવિધામાં ઘણો બધો વધારો કરવામાં આવ્યો છે, તો અમુક સુવિધાઓ માટે પ્રોસેસ ચાલી રહી છે.

જેમ કે, સરકારની નવી પોલીસી મુજબ જુના થયેલા વાહનોને બદલવાનો નિયમ આવ્યો હતો, જે અન્વયે 16 ઓકટોબરથી સફારી પાર્કમાં નવી મોડીફાઈડ થયેલી 50 થી વધુ સફારી ગાડીઓ મુકવામાં આવશે, જેમાં અલગ અલગ કેટેગરી હશે, પ્રવાસીઓની અનુકુળતા સાચવવા હવે સાસણમાં નવી ગાડીઓમાં બેઠક વ્યવસ્થા ત્રણ કેટેગરીમાં હશે, ગાડીમાં 4, 6 અને 8 સીટર ગાડીઓ મુકવામાં આવશે. જે જિપ્સીઓમાં માલિકો દ્વારા સહકારથી આ કામગીરી શરુ કરવામાં આવનાર છે.

જુના વાહનોને બદલાવવામાં આવશે, જેનાથી જંગલમાં પર્યાવરણને નુકશાન ના થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ખાસ કરીને અત્યાર સુધી સાસણમાં ગુજરાતી ગાઈડની ફેસેલીટી હતી, જેમાં પણ વધારો કરીને અપગ્રેડ કરવામાં આવ્યું છે, હવે ગુજરાતી ગાઈડની સાથે હિન્દી અને અંગ્રેજી ગાઈડની પણ વ્યવસ્થા કરવા માટે મંજુરી પ્રક્રિયા ચાલી રહી છે. પ્રક્રિયા બાદ અન્ય રાજ્યો તેમજ વિદેશથી આવતા પર્યટકો માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરી શકાશે.

નવી જીપ્સી ગાડીઓના કારણે ભાડામાં નજીવો વધારો થશ, કેટલો થશે તે હવે નક્કી કરવામાં આવશે, 10 વર્ષે રેટમાં સુધારો કરવામાં આવે છે, છેલ્લે 2011-12 માં સુધારો કરવામાં આવ્યો હતો, હવે આ વર્ષથી રેટ સુધારો કરવામાં આવશે, જે નજીવો હશે, જેનાથી ભાડું વધશે અને સ્થાનિક લોકોની આવકમાં પણ વધારો થશે. જીપ્સી સંચાલકે કહ્યું કે, જીપ્સીનું ભાડું 2000 હશે, અને નવી બોલેરોનું ભાડું 3500 નક્કી કરવામાં આવ્યું છે. જયારે દિવાળીના વેકેશન દરમિયાન પરમીટમાં પણ વધારો કરવામાં આવશે. સામાન્ય દિવસોમાં 150 પરમીટ હોય છે, અને રજાના દિવસોમાં 180 પરમીટ ઉપલબ્ધ હશે.


હાલમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન જંગલ વિસ્તારમાં પડેલા વરસાદના લીધે રોડ-રસ્તાઓ બિસ્માર બન્યા હતા, તેને રીપેર કરી લેવામાં આવ્યા છે, અને જંગલના રૂટ ઉપર પણ અંદર પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેથી પ્રવાસીઓને સિંહ દર્શન દરમિયાન કોઈ અગવડતા ના પડે ગત વર્ષે 8 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવ્યા હતા, આ વર્ષે તેનાથી વધુ પર્યટકો આવે તેવી આશા છે.

જીપ્સીનું સ્થાન બોલેરોએ લીધું, પુશબેક આરામદાયક સિટો

વર્ષોથી સાસણ ગીરમાં 181 જેટલી જિપ્સીઓ ચાલતી હતી, જેમાં સરકારના નવા નિયમ પ્રમાણે જૂની થયેલ 100 જેટલી જિપ્સીઓને બદલાવીને તેના સ્થાને નવી બોલેરો સફારીએ સ્થાન લઈ લીધું છે, આ નવી મોડીફાઈડ ગાડીઓમાં વીઆઈપી આરામદાયક સીટ મળશે, જીપ્સીમાં દરેક સીટ જોડાયેલી રહેતી, પરંતુ બોલેરો સફારીમાં દરેક સીટ પુશબેક સીટ હશે, સાથે ગાડીની અપગ્રેડ એન્જીનના કારણે પોલ્યુશન નહી થાય તેમજ ગાડીમાં સસ્પેન્સર અપગ્રેડ હોવાથી પ્રવાસીઓ આરામ દાયક અનુભવ કરશે. 

  • Follow us on: