• હોસ્પિટલમાં જરૂરી દવા, ઓક્સિજન કાર્યરત કરવા સૂચના
  • વેન્ટિલેટર આગામી સમય શરૂ કરવામાં આવશે
  • આ મહામારી 3 વાયરસનું મિશ્રણ છે

ચીનમાં ફેલાયેલા વાયરસને લઈ અમદાવાદનું AMC હરકતમાં આવ્યું છે. AMC હોસ્પિટલમાં જરૂરી દવા ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં જરૂરી દવા, ઓક્સિજન કાર્યરત કરવા સૂચના અપાઇ છે. વેન્ટિલેટર આગામી સમય શરૂ કરવામાં આવશે.

આ વાઇરસ બાળકોને વધુ અસર કરે છે

કોરોનાના લક્ષણોઆમાં જોવા મળી રહ્યા છે તેમ ડૉ.ભાવિન સોલંકીએ જણાવ્યું છે. તેમજ તાવ, ઝાડા ઉલટી જેવા લક્ષણો જોવા મળ્યા છે. સેમ્પલ જિનોમ સિકવસિંગ માટે મોકલવામાં આવશે. ચીનમાં ફેલાયેલા રોગને લઈ રાજ્યની વિવિધ હોસ્પિટલોએ તૈયારી કરી છે. જેમાં વડોદરામાં ગોત્રી હોસ્પિટલ સતર્ક થઇ છે. ત્યારે ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અનુપ ચંદનાનીનું નિવેદન છે કે રેપીડ ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા 30 હજાર કિલો લીટર છે. બધા બેડ પર ઓક્સિજન પોઇન્ટ છે. જેમાં સરકારી હોસ્પિટલમાં કુલ 1500થી વધુ બેડ ઉપલબ્ધ છે. તેમાં ગોત્રી હોસ્પિટલમાં 825 બેડ છે. તેમજ આ વાઇરસ બાળકોને વધુ અસર કરે છે. આ મહામારી 3 વાયરસનું મિશ્રણ છે. કફ, કોલ્ડ, સીવીયર ફીવર આવતા આ રોગની શક્યતા છે.

ચીનમાં રોગચાળાને લઈને રાજકોટ સિવિલ તંત્ર સજજ થયુ

ચીનમાં રોગચાળાને લઈને રાજકોટ સિવિલ તંત્ર સજજ થયુ છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં બાળકો માટેના 200 બેડની વ્યવસ્થા કરાઇ છે. તેમજ રાજકોટ સિવિલમાં નિષ્ણાત તજજ્ઞોની બેઠક થઇ છે. ખાસ પિડીયાટ્રીક વિભાગના ડોક્ટરોને બોલાવવામાં આવ્યા છે. તેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના HODને બોલાવવામાં આવ્યા છે. મેડિકલ કોલેજના પ્રોફેસરો પણ મિટિંગમાં જોડાયા છે.


  • Follow us on: