સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં વધારો થયો છે. જેમાં નર્મદા ડેમ મહત્તમ સપાટીમાં માત્ર 1.43 મીટર બાકી છે. નર્મદા ડેમની જળસપાટી 137.25 મીટરે પહોંચી છે. તેમજ નર્મદા ડેમના 5 દરવાજા 1.65 મીટર સુધી ખોલાયા છે.જેમાં નદીમાં 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.


નર્મદા ડેમની જળ સપાટી 137.25 મીટરે પહોંચી

નર્મદા ડેમની જળ સપાટી 137.25 મીટરે પહોંચી છે. હવે ડેમ માત્ર 1.43 મીટર જ ખાલી રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક સામાન્ય વધી છે. 5 દરવાજા 1.65 મીટર સુધી ખોલાયા છે. જેમાં ઉપરવાસમાંથી પાણીની આવક 94128 ક્યુસેક થઇ છે. જેમાં નર્મદા ડેમના ગેટ દ્વારા નદીમાં 60000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે પાવર હાઉસમાંથી 41707 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. તેથી નર્મદા નદીમાં કુલ 124035 ક્યુસેકની જાવક થઈ રહી છે.

ડેમ 94 ટકાથી વધુ ભરાઈ ગયો છે

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની પાણીની સપાટી વધી છે. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે અને હાલ જે સપાટી છે, તે જોતા ડેમ સંપૂર્ણ ભરાવા થોડોક સમય લાગશે. અત્યાર સુધી ડેમના 15 ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા હતા અને તેમાંથી વિપુલ જળરાશિ નર્મદા નદીમાં ઠલવાતી હતી, પરંતુ ડેમનો માત્ર એક જ ગેટ 1.70 મીટર ખુલ્લો રાખવામાં આવ્યો છે. બીજી બાજુ ડેમની ઉપરવાસમાંથી પાણી આવકમાં ધરખમ ઘટાડો થયો છે. હાલ પાણીની આવક થઈ રહી છે. ડેમના ગેટમાંથી 10 હજાર ક્યુસેક અને પાવર હાઉસમાંથી 42413 ક્યુસેક પાણી નદીમાં ઠલવાય છે. સરદાર સરોવરમાં પાણીનો સ્ટોરેજ જથ્થો 8920 મિલિયન ક્યુબિક મીટર થયો છે. ડેમ 94 ટકાથી વધુ ભરાઈ ગયો છે. ગયા વર્ષે ડેમ સપ્ટેમ્બરમાં ભરાઈ ગયો હતો.


  • Follow us on: