• CID ક્રાઇમ દ્વારા મોટા શહેરોમાં કરાઇ રહી છે તપાસ
  • વિઝા કન્સલ્ટિંગ કૌભાંડ અંગે બે ફરિયાદ નોંધાઈ
  • અમદાવાદની હાઇટેક એજ્યુકેશન સામે નોંધાઇ ફરિયાદ

રાજ્યમાં વિઝા ઓફિસમાં તપાસના કેસમાં CID ક્રાઇમે મોટા શહેરોમાં તપાસ કરાઇ હતી. વિઝા કન્સલ્ટિંગ કૌભાંડ અંગે બે ફરિયાદ નોંધાઈ છે. તેમાં અમદાવાદની હાઇટેક એજ્યુકેશન સામે ફરિયાદ નોંધાઇ છે. કુડાસણની હોપરેઝના માલિકો સામે ફરિયાદ દાખલ થઇ છે.

હોપેરઝના કિશન પટેલ અને પ્રેમ પરમાર વિરુદ્ધ ફરિયાદ થઇ

હોપેરઝના કિશન પટેલ અને પ્રેમ પરમાર વિરુદ્ધ ફરિયાદ થઇ છે. કિશન પટેલની ઓફિસમાંથી દારૂની બોટલ પણ મળી હતી. દારૂ મુદ્દે કિશન પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઓફિસમાં ઓછા મેરિટવાળા વિદ્યાર્થીઓના બનાવટી દસ્તાવેજો બનાવતા હતા. તેમાં 35 જેટલા બનાવટી દસ્તાવેજ કબ્જે કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની બનાવટી માર્કશીટો પણ બનાવી હોવાનુ સામે આવ્યું છે.

અન્ય એજન્ટો વિરુદ્ધ તપાસમાં મહત્વના પુરાવા મળી આવ્યા

CID ક્રાઈમ દ્વારા વિઝા ઓફિસમાં રેડ મામલે વિઝા કન્સલ્ટિંગ કૌભાંડ અંગે બે ફરિયાદ નોંધાઈ છે. તેમાં આજે વધુ એક ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે. હાઈટેક એજ્યુકેશનના માલિક જીગર શુક્લા પાસેથી નોટરીના રાઉન્ડ સિક્કા પણ કબ્જે કરવામા આવ્યા છે. વિદ્યાર્થીઓની બનાવટી માર્કશીટો પણ બનાવી હોવાનુ સામે આવ્યુ છે. તથા સીઆઈડી ક્રાઈમ આજે વધુ એક ફરિયાદ નોંધાવશે તેમજ અન્ય એજન્ટો વિરુદ્ધ તપાસમાં મહત્વના પુરાવા મળી આવ્યા છે. 

  • Follow us on: