- રાકેશ અસ્થાનાને મોટી ભૂમિકા
- ચારા કૌભાંડમાં ચર્ચામાં આવેલા
- ગોધરા કેસ વખતે પણ કરી હતી તપાસ
ગુજરાતના પૂર્વ IPS રાકેશ અસ્થાનાને કેન્દ્ર સરકાર દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં રાકેશ અસ્થાના સહિત 7 સભ્યોની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સ્પેશિયલ મોનિટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ રાકેશ અસ્થાના સહિત 7 સભ્યોની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સ્પેશિયલ મોનિટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. રાકેશ અસ્થાના ઉપરાંત સંજય અગ્રવાલ, અમિતાભ અગ્નિહોત્રી, ડૉ. મનોહર અગ્નાની, જ્યોત્સના સિટલિંગ અને આર.કે સમાને પણ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ટીમમાંથી રાકેશ અસ્થાના આતંકવાદ અને કોમી રમખાણો પર ધ્યાન આપશે. જ્યારે અમિતાભ અગ્નિહોત્રી પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ અને માનવાધિકાર,, મુકેશ ચન્દર સાયબર ક્રાઈમ અને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ પર ધ્યાન આપશે.
કોણ છે રાકેશ અસ્થાના?
IPS રાકેશ અસ્થાના CBIમાં હતા, ત્યારે તેમના કાર્યકાળમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સાથે સંકળાયેલા ચારા કૌભાંડના કારણે પ્રથમ વાર ચર્ચામાં આવ્યા હતા. 1996માં રાકેશ અસ્થાનાએ જ લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ ચારા કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં 1997માં લાલુ પ્રસાદ યાદવની 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. 2002માં ગોધરા કાંડની તપાસ પણ રાકેશ અસ્થાનાએ જ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટની કમિટીએ પણ યોગ્ય માની હતી. આટલું જ નહીં, વર્ષ 2008માં અમદાવાદ સિરીયલ બૉમ્બ બ્લાસ્ટ, આસારામ બાપૂ અને તેમના પુત્ર નારાયણ સાઈ વિરુદ્ધ તપાસ વખતે રાકેશ અસ્થાનાએ કરેલી કાર્યવાહીના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા.
આમ તો રાકેશ અસ્થાનાનો જન્મ રાંચીમાં થયો હતો. જો કે IPS અધિકારી તરીકે લાંબા સમય સુધી તેમણે ગુજરાતમાં કામ કર્યું છે. જેના પગલે તેમને ભાજપની ટોચની નેતાગીરના ખાસ માનવામાં આવે છે. રાકેશ અસ્થાનાએ કરેલી અનેક કાર્યવાહીઓના લીધે તેઓ પ્રસાર માધ્યમોના અહેવાલોમાં રહી ચૂક્યા છે.