• કેશ ડિપોઝીટ મશીનમાં આરોપીએ નકલી નોટ જમા કરી
  • બોપલ વિસ્તારમાં ડિપોઝીટ મશીનમાં નકલી નોટ જમા
  • એપ્લિત ગજ્જર નામના વ્યક્તિ વિરુદ્ધ નોંધાયો ગુનો

અમદાવાદમાં નકલી નોટ ડિપોઝીટ કરનાર સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં કેશ ડિપોઝીટ મશીનમાં આરોપીએ નકલી નોટ જમા કરાવી હતી. બોપલ વિસ્તારમાં ડિપોઝીટ મશીનમાં નકલી નોટ જમા થઇ હતી. તેમાં એપ્લિત ગજ્જર નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

HDFC બેન્કના મેનેજરે યુવક સામે ફરિયાદ નોંધાવી

HDFC બેન્કના મેનેજરે યુવક સામે ફરિયાદ નોંધાવી છે. યુવકે રૂપિયા 500ના દરની 19 નકલી નોટ જમા કરાવી હતી. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં નકલી નોટો કેશ ડિપોઝીટ મશીનમાં ભરનાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. HDFC બેંકના કેશ ડિપોઝીટ મશીનમાં નકલી નોટો જમા કરાવી હતી. જાણ હોવા છતાં રૂપિયા 500 દરની 19 નોટો જમા કરાવી હતી. તેમાં બેંકના મેનેજરે ફરિયાદ નોંધાઇ છે.

રૂ.500ની ઓરીજનલ નોટ કઇ રીતે ઓળખવી

સેન્ટ્રલ બેંકે આપેલી માહિતી મુજબ, 500 રૂપિયાની મૂળ નોટનું કદ 63 એમએમ*150 મિમી છે. તેનો રંગ સ્ટોન ગ્રે છે. સાથે જ નોટની ડિઝાઈનમાં ભૌમિતિક પેટર્નનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોટમાં કેન્દ્રમાં મહાત્મા ગાંધીની અને પાછળ લાલ કિલ્લાની તસવીર દર્શાવવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે નોટની પાછળ લાલ કિલ્લા પર દર્શાવવામાં આવેલો તિરંગો તેના મૂળ રંગમાં છે 500ની નોટમાં દેવનાગરી અને અંગ્રેજીમાં ડિનોમીનેશન છે. આ તમને નોટની આગળ અને પાછળ બંને તરફ જોવા મળશે. નોટ પર 500નો ઉલ્લેખ પણ ખૂબ જ ઓછી સંખ્યામાં એક પેટર્ન તરીકે કરવામાં આવ્યો છે.

આ રીતે જાણો તફાવત

500ની નોટમાં ડાબી અને નીચે જમણી બાજુએ નાનાથી મોટા સુધીના અંકોની એક પેનલ છે. આ નોટમાં આરબીઆઈના ગવર્નરની સહી અને પ્રોમિસ ક્લોઝ છે અને 500ની નોટમાં જમણા અને ઇલેક્ટ્રોટાઇપ વોટરમાર્ક પર મહાત્મા ગાંધીજીનો ફોટોગ્રાફ છે. નોટ પર સુરક્ષા ખતરાના બદલાતા રંગ દ્વારા તમે સરળતાથી અસલી અને નકલી વચ્ચેનો તફાવત જાણી શકો છો.


  • Follow us on: