વડોદરામાં નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધમકી ભર્યા મેલ mail2tor.com ડાર્ક વેબથી મોકલાયો હતો. મેલ મૂપલ્લા લક્ષ્મણ ઉર્ફે ગણપથીના આઇડીથી કરાયો હોવોનું સામે આવ્યું છે. મેલમાં તમિલનાડુના નેતાઓનો અને આંતરિક રાજકારણનો પણ ઉલ્લેખ છે. ડ્રગ્સ કેસમાં DMK જાફર સઈદની ધરપકડનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. મેલમાં લખ્યું છે કે, ડ્રગ કેસમાં ડીએમકેએના જાફર સઇદની ધરપકડથી આંતર રાષ્ટ્રીય દબાણ વધ્યું છે.


મળતી માહિતી મુજબ, વડોદરા શહેરની નામાંકિત નવરચના સ્કૂલની ભાયલી બ્રાન્ચની સ્કૂલના પ્રિન્સિપાલને વહેલી સવારે એક મેલ મળ્યો હતો. જેમાં પાઇપ લાઈનમાં ટાઇમર બોમ્બ મુક્યો હોવાની બાબત જણાવી હતી. આ મેલ મળ્યાની જાણ થતા જ વડોદરા શહેર પોલીસ વિભાગની તમામ એજન્સીઓ કામે લાગી હતી અને નવરચના સ્કૂલની તમામ શાખાઓ અને યુનિવર્સિટીમાં તાબડતોડ પહોંચી હતી. SOG, PCB, PCB સ્થાનિક પોલીસનો કાફલો નવરચનાની તમામ સ્કૂલો ખાતે પહોંચ્યો હતો અને બોમ્બ અને ડોગ્સ સ્કોડ સાથે સમગ્ર સંકુલમાં ખૂણે ખૂણે સઘન ચેકિંગ હાથ કર્યું હતું. જોકે અંતે કશું હાથ લાગ્યું ન હતું. જેથી પોલીસ અને શાળા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જ્યારે પોલીસે કરેલી ઝીણવડ ભરી તપાસમાં અંતે મોટો ખુલાસો થવા પામ્યો છે. નવરચના સ્કૂલમાં બોમ્બ મૂક્યા હોવાની ધમકી ભર્યો ઈમેલના મામલામાં NIA ના મોસ્ટ વોન્ટેડ મુપલ્લા લક્ષ્મણના ઈ-મેલ પરથી તમિલનાડુના DGPના પુત્રીના નામે આ ધમકી આપ્યાનો ખુલાસો થયો છે. mail2tor.com નામના ડાર્કવેબ પરથી ધમકીભર્યો ઈ-મેઇલ મોકલાયો હતો. તેણે ડ્રગ્સ કેસથી ધ્યાન હટાવવા બ્લાસ્ટની જરૂર છે, તેવું ઈ-મેઇલમાં લખ્યું હતું. ઈ-મેઇલ ક્યાંથી આવ્યો તેની પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.

  • Follow us on: