ગુજરાતના ઘણા ભાગોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી ગયો છે. પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે. તો ગોંડલમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રાસી ગયા હતા. જ્યારે વરસાદ વરસી જતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.વરસાદમાં નાના બાળકોએ બહાર રમીને વરસાદને વધાવી લીધો હતો.
ગોંડલમાં મેઘરાજાનું આગમન થયું












