ગોંડલમાં અમિત ખૂંટની આત્મહત્યાનો કેસ જેમાં આરોપી પૂજા રાજગોરની પૂછપરછમાં ખુલાસો થયો છે, પૂજાએ કહ્યું કે અમિતને ફસાવવા માટે એક વ્યકિતએ મને ઓફર કરી હતી, અમિતને પ્રેમજાળમાં ફસાવવા માટે ઓફર કરી હતી, મારે રૂપિયાની જરૂર હતી અને તેના કારણે આ સમગ્ર પ્રકરણ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે.
રૂપિયા અને સારી જોબની ઓફર મળી હતી : પૂજા
અમિત ખૂંટને લઈ આરોપી પૂજાએ ખુલાસો કરતા કહ્યું કે, સંજય પંડિતે સાથ આપવાનું વચન આપ્યું હતુ અને કોંગ્રેસ અગ્રણી દિનેશ પાતરે પણ વચન આપ્યુ હતુ, આ કેસમાં ગોંડલ પોલીસે એડવોકેટ સંજય પંડિત અને કોંગ્રેસ અગ્રણી દિનેશ પાતરની ધરપકડ કરાઈ છે અને તેમની વધુ પૂછપરછ શરૂ કરાઈ છે. સ્યુસાઈડ નોટમાં 2 યુવતી તેમજ અનિરૂદ્ધસિંહ જાડેજા તેમજ રાજદિપસિંહ જાડેજાનું નામ લખ્યું હતું.
17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી
રાજકોટ શહેરમાં 3 મેના રોજ મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ 5 મે, 2025ના રોજ દુષ્કર્મના આરોપી અમિત ખૂંટે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પર મરવા મજબૂર કરવાનો આક્ષેપ કર્યો હતો. આજે(6 મે, 2025) પરિવારે કાર્યવાહીની ખાતરી મળતા મૃતદેહ પરીવારે મૃતદેહ સ્વીકાર્યો હતો અને રીબડામાં અમિત ખૂંટના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.