ભારત અને પાકિસ્તાનની તંગ ભરી સ્થિતિ વચ્ચે રાજ્યમાં દરેક બાબતો પર સખત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્યના દરિયા કાંઠે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.


રાજ્યના દરિયા કાંઠે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ચુસ્ત બંદોબસ્ત ભારતના દરિયા કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, રાજ્યના દરિયા કાંઠે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવાયો છે જેમાં નવસારીમાં પોલીસ તંત્રને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. દરિયાઈ સીમાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી છે.

સમગ્ર દેશ સહિત રાજ્યની દરિયાઈ સીમાઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સાથે જ દરિયાઈ સીમાઓ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ અપાઈ સૂચના અપાઈ છે.

ભારતે પાકિસ્તાન પર કરી આકરી કાર્યવાહી

તમને જણાવી દઈએ કે, પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં આ કાયરતાપૂર્ણ હુમલાને લઇને ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે ભારતે આ હુમલાનો વળતો જવાબ આપતા 6 અને 7ની રાત્રીએ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં હુમલો કર્યો હતો જેમાં 9 આતંકવાદી ઠેકાણા પર હુમલો કરતા અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.


  • Follow us on: