રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એ.ધોળકિયા અને એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.આર.આર.ચૌહાણ દ્વારા બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે.
બરવાળામાં શાળાની આસપાસના ગલ્લામાં રેડ કરાઈ
બરવાળામાં શાળાની આસપાસના ગલ્લામાં રેડ કરાઈ જે અંતર્ગત તાલુકા આરોગ્ય અધિકારી ડો.શેખર પ્રસાદ દ્વારા બરવાળા તાલુકામાં આ અંગે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડની કામગીરી બરવાળા તાલુકાના સારંગપુર ગામે હાથ ધરવામાં આવી હતી.
પોલીસને સાથે રાખીને રેડ કરાઈ
જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેંચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે ૧૦ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૬ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૨૮૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં સારંગપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડીકલ ઓફિસરશ્રી ડો. નંદેશ્વરી જાની, સુપરવાઇઝર બ્રિજેશ ચાવડા, પ્રા.આ.કે.એમ.પી.એચ.ડબલ્યુ મનીષભાઈ અને પોલીસ વિભાગના પો.કો. મહેન્દ્રભાઈ જોડાયા હતા.