- રાજ્યમાં અલગ અલગ ઘટનામાં 6 લોકોના મોત થયા
- વિવિધ સ્થાનો પર વીજળી પડતા 15 લોકો ઈજાગ્રસ્ત
- મુખ્યમંત્રીએ જાપાનથી રાજ્યની સ્થિતિ અંગે માહિતી મેળવી
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં આજે સવારથી સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસી રહ્યો છે. જેમાં સવારે કેટલાંક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટના સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. આ વરસાદના કારણે વીજળી પડવાના કારણે રાજ્યમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. જ્યારે મોટી સંખ્યામાં નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે. આ વચ્ચે મુખ્યમંત્રીએ જાપાનથી કૃષિમંત્રી સાથે ફોન પર વાત કરી છે.
કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ
નવેમ્બર મહિનામાં રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં આશરે 61 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં અલગ અલગ વિસ્તારોમાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો છે. બરવાળાના હેબતપુરમાં વીજળી પડતા એક મોત થયું છે. અમરેલીના રોહીસામાં વીજળી પડતા સગીરનું મોત થયું છે. કડીના શિયાપુરામાં વીજળી પડતા યુવકનું મોત થયું છે. તો બનાસકાંઠાના મોરીખામાં વીજળી પડતા એકનું મોત થયું જ્યારે ઈડરના કાસબો ગઢામાં વીજળીથી મહિલાનું મોત થયું છે. તેમજ ચુડાના ભાણેજડા ગામમાં વીજળી એકનું મોત થયું છે.
આ ઉપરાંત વીજળી પડવાના કારણે બારડોલીના મઢીમાં વીજળી પડતા 8 મહિલા ઘાયલ થઈ છે. જ્યારે સમી હરીપુરામાં 4, ગીર ધાવામાં 1 વ્યક્તિ ઘાયલ થયો છે. તેમજ ગીર સોમનાથમાં કારતિકી પૂનમના મેળામાં આવેલા મંડપ ધરાશાયી થતાં 2 લોકો ઘાયલ થયા છે. ત્યારે મોટી સંખ્યામાં નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે.
મુખ્યમંત્રીની સ્થિતિની માહિતી મેળવી
આ વચ્ચે જ્યાં મુખ્યમંત્રી વિદેશ પ્રવાસે છે ત્યારે તેમણે રાજ્યની સ્થિતિ અંગે જાપાનથી રાજ્યભરમાં કમોસમી વરસાદથી નુકસાન અંગે માહિતી મેળવી છે. જાપાનથી મુખ્યમંત્રીએ સ્થિતિ અંગે માહિતી મેળવી છે. રાજ્યમાં નુકસાનની સ્થિતિ અંગે માહિતી મેળવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે ટેલિફોનિક વાત કરી છે.