- આજે અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં વરસાદની આગાહી
- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
- ભારે પવન વચ્ચે ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે
રાજ્યમાં વાત આજે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવીને હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે અને ત્યારબાદ ચારથી પાંચ ડિગ્રી તાપમાન ગગડવાનું અનુમાન છે. આ ઉપરાંત આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તો જોઇએ કે આજે અને કેટલા દિવસ સુધી રાજ્યમાં માવઠાનો કહેર રહેશે.
આજે ક્યાં ક્યા પડી શકે છે વરસાદ
રાજ્યમાં ઠંડી પહેલાં કમોમસી વરસાદી જોરના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના પગલે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં શનિવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેની અસર આજે રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળી શકે છે. આજે રાજ્યમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે રવિવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતન તેમજ સૌરાષ્ટ્ર અન દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સાથે વીજળી અને પવન સાથે સામાન્ય વાવાઝોડું 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાજવીજના ચમકારા જોવા મળી શકે છે.

26મી નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ અને દમણ, દાદરા નગર હવેલી ખાતે ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં થોડા સ્થળો, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, બોટાદ અને દીવમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
સોમવારે પણ વરસાદ પરેશાન કરશે
જ્યારે હવામાન વિભાગના અનુસાર સોમવારે 27 નવેમ્બરના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંતના પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે. તેમજ ત્યારબાદ ઠંડીના જોરમાં વધારો થઈ શકે છે.