• વહેલી સવારથી વરસી રહ્યા છે ધોધમાર વરસાદી ઝાપટા
  • આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા નું વાદળ છવાયું
  • ધાણા, ચણા, જીરૂ સહિતના પાકને નુકશાનની ભીતિ

રાજ્યમાં કોમસમી વરસાદની આગાહીના પગલે માવઠાનો માર પડ્યો છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં શનિવારે મોડી રાતથી વરસાદી ઝાપટાં શરૂ થયા છે. જેમાં રાજકોટના જેતપુરમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. જ્યારે આગાહી મુજબ કચ્છમાં કમોસમી વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. જ્યાં ભુજ-નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે.

ત્રણ દિવસ માટે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં ભારેથી સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. જેમાં અમરેલીના ધારી અને ગીર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. તેમજ સરસીયા, જર, મોરજર સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.


આ ઉપરાંત ધારી ગીર પંથકમાં શરૂ થયો ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ગીરના ગામડાઓમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. તેમજ સાવરકુંડલા વિસ્તારમાં કમોસમી મેઘો મુશળધાર વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ગાજવીજ અને વીજળીના કડકા ભડાકા સાથે કમોસમી માવઠું શરૂ થતાં જ ખેડૂતોના ઉભા પાક ધાણા, ચણા, જીરૂ,સહિતના પાકને નુકશાનની ભીતિ જોવા મળી રહી છે. વરસાદની આગાહીને પગલે યાર્ડ બંધ, પરંતુ શાકભાજીની હરાજીમાં માવઠું આવી ચડ્યું છે.


આ ઉપરાંત રાજકોટના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જેતપુરમાં વહેલી સવારથી કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી વરસી રહ્યા છે ધોધમાર વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તેમજ જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઊભા પાકને નુકસાનની ચિંતા વ્યાપી છે.


  • Follow us on: