• અમદાવાદમાં વધુ એક અકસ્માત

  • બસે ટક્કર મારતા યુવતીનું ઘટનાસ્થળે જ મોત
  • બાઈકચાલક યુવાનને થઈ ગંભીર ઈજાઓ

શહેર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના શિવરંજની વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. જેમાં યુવતીનું મોત નિપજ્યું છે. બાઇક પર યુવક અને યુવતી જઇ રહ્યા હતા, ત્યારે પૂરપાટ આવી રહેલી બસે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર યુવતીનું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. જ્યારે પોલીસે ખાનગી બસ ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

અકસ્માત થયો હોવા અંગેની જાણ 108ની ટીમ અને પોલીસને કરવામાં આવી હતી. સ્થળ પર પહોંચી પોલીસે ખાનગી બસના ચાલકની અટકાયત કરી હતી. તેમજ યુવતીનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્મતના પગલે થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય હતી. પોલીસે બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે. શિવરંજની ચાર રસ્તા પાસે બસ અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકસવાર યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. કાળ બનીને આવેલ બસના તોતિંગ ટાયર નીચે આવી જતા યુવતીને કાળ આંબી ગયો હતો. જ્યારે બાઇકચાલક યુવાનને ગંભીર ઇજા થવા પામી હતી. આ કરુણ ઘટનાના હચમચાવી નાખે તેવા સીસીટીવી સામેં આવ્યા છે. વધુમાં આ ઘટનાની કરુણતાએ છે કે મૃતક યુવતી અને યુવકના એક મહિના બાદ જ લગ્ન થવાના હતા.

CCTVમાં હૃદયદ્રાવક અકસ્માતની હકીકત સામે આવી છે..જેમાં સિગ્નલ બંધ હોવાથી બાઈકસવાર ઉભા હતા. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી બસે જોરદાર ટક્કર મારી હતી. બસચાલક સ્ટેરિંગ પર કાબૂ ન રાખી શક્યો હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાયું હતું. સિગ્નલ સમયે વાહન ઉભા રાખવા અંગેની સમજણનો ગંભીર મુદ્દો બહાર આવ્યો છે. બસચાલકની બેદરકારીને કારણે થયેલા અકસ્માતમાં યુવતીનું મૃત્યુ થતા પરિજનોમાં અરેરાટી મચી છે. બંનેના એક મહિના બાદ જ લગ્ન થવાના હોવાથી બને પરિવારો તૈયારીમાં જોતરાયા હતા. આ વેળાએ કરુણ બનાવ બનતા કાળો કલ્પાંત ફેલાયો છે.

બીજી બાજુ, અમદાવાદના ઈસનપુરમાં બબા પટેલની ચાલી નજીક પણ અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં કેનાલ પાસે સુતેલા લોકોને ટેમ્પો ચાલકે અડફેટે લીધા હતા. 3 લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે LG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટેમ્પો ચાલક સામે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: