• કમોસમી વરસાદને પગલે અમદાવાદમાં ફરી જામ્યો વરસાદી માહોલ
  • શિવરંજની, નહેરુનગર, એસ.જી.હાઇવે વિસ્તારમાં વરસાદ
  • ભારે પવનને લઈ વાહનચાલકોને હાલાકી

રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેની વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ વચ્ચે અમદાવાદ શહેરમાં આજે સવારથી ભારે પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. જોકે બપોર બાદ અમદાવાદમાં ફરી કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના શિવરંજની, નહેરુનગર, વસ્ત્રાપુર, એસ જી હાઇવે સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવવાની સાથે વરસાદ શરૂ થયો છે. બોપલ, રિંગ રોડ સહિતના વિસ્તારમાં પણ ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં અંધારપટ છવાયાની સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે.

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં બાવળા, ધોળકા, ધંધુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. તેમજ બાવળા ,ધોળકા, ધંધુકા પંથકમાં માવઠાની જોરદાર અસર વાવાઝોડા સાથે પવન અને વરસાદ શરૂ થયો છે.

કમોસમી વરસાદને લઇ શું છે આગાહી?

આજે રાજ્યમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે રવિવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતન તેમજ સૌરાષ્ટ્ર અન દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સાથે વીજળી અને પવન સાથે સામાન્ય વાવાઝોડું 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાજવીજના ચમકારા જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રાતથી જ સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટ સહિત વીરપુર, જેતપુર અને પડધરીના ન્યારા ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

  • Follow us on: