પાલનપુરની નારાયણી બી.એડ કોલેજ અને ઉમિયા બીએડ કોલેજ સાથે અમદાવાદના દંપતિએ બંટી બબલી સ્ટાઇલમાં છેતરપિંડી આચરી છે.નારાયણી બીએડ કોલેજ સાથે ચાર કરોડની તો ઉમિયા બીએડ કોલેજ સાથે દોઢ કરોડની છેતરપિંડીની ફરિયાદ પાલનપુર પૂર્વ પોલીસ મથકે નોંધાઇ છે. જોકે નારાયણની બી.એડ કોલેજ દ્વારા દોઢ વર્ષ અગાઉ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ માટે અરજી કરાઈ હતી જેની ફરિયાદ દોઢ વર્ષ બાદ લેવાઇ છે એટલે કે પોલીસ પણ આ છેતરપિંડીની ઘટનાઓમાં શંકાના દાયરામાં છે.


સહી સિક્કા કર્યા

જો કે આ બંને કોલેજો સાથે સાડા પાંચ કરોડની છેતરપિંડી થઈ છે છતાં પણ પોલીસ એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી.બનાસકાંઠાની પાલનપુરની ઉમિયા બીએડ કોલેજના પ્રમુખે પાલનપુર પૂર્વ પોલીસ મથકે દોઢ કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે.વર્ષ 2017માં અમદાવાદના ભરત બાંટીયાને ₹100 ના સ્ટેમ્પ પર કુલમુક્તિયાર નામુ કરી કોલેજ નો વહીવટ સોંપ્યો હતો. જો કે મનસ્વી વહીવટને કારણે ઉમિયા ટ્રસ્ટની સંમતિથી આ વહીવટ પરત લેવાયો હતો. બી.એડ કોલેજના જે વહીવટ કરતા હતા ભરત બાંટિયા તેઓએ તેમની પત્ની પુષ્પાબેનને નકલી આચાર્ય બનાવી દીધા હતા તેમની પાસે આચાર્યની કોઈ લાયકાત ન હોવા છતાં બેંકમાં ખાતું ખોલાવ્યું હતું અને તેના નામના સહી સિક્કાનો દૂર ઉપયોગ કરી 7 અધ્યાપકોના પગાર તેમજ દોઢ કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.


કરોડોની ઉચાપત

જોકે તેના બે દિવસ અગાઉ કોલેજનો વહીવટ કરતા ભરત બાંટીયાએ પણ ઉમિયા બીએડ કોલેજના પ્રમુખ ગિરીશ જગાણીયા સામે 60 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.ભરત બાંટિયાએ 2017માં વહીવટ લીધો એટલે બી.એડ કોલેજમાં 60 લાખનો ખર્ચ કર્યો હતો અને જે બાદ પ્રમુખ ગિરીશ જગાણીયાએ 60 લાખની રકમ પરત ન કરી હતી એટલે ગિરીશ જગાણીયા વિરુદ્ધ પણ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.. ઉમિયા બીએડ કોલેજમાં ઉચાપત અને છેતરપિંડી મામલે સામ સામે ફરિયાદ નોંધાતા મુદ્દો ટોકઓફધ ટાઉન બન્યો હતો.જો કે ઉમિયા બીએડ કોલેજને લઇને તો મુદ્દો ચર્ચાનો વિસય હતો જ અને તેં વચ્ચે પાલનપુરની નારાયણ બી.એડ કોલેજ સાથે તો અમદાવાદના આ દંપતિએ ચાર કરોડ રૂપિયાની ઉચાપત કરી છે.

પહેલા એજન્ટની આપી ઓળખાણ

આ દંપતીની મોડેસ ઓપ્રેન્ડી એ છે કે એનસીટીઇના એજન્ટ તરીકે પહેલા તો જે તે કોલેજમાં ઓળખાણ આપે છે ત્યારબાદ ભાજપના નેતાઓ સાથે ફોટા બતાવે છે અને કોલેજના ટ્રસ્ટીઓને વિશ્વાસમા લે છે.એજન્ટ હોવાને કારણે તમારું કામ જલ્દી થઈ જશે આમ કહી અને કોલેજનો વહીવટ સ્ટેમ્પ પર કરાર કરીને ચલાવવા લે છે ભરત બાટીયા પોતે અમદાવાદમાં એક શિક્ષક છે છતાં નારાયણ બી.એડ કોલેજમાં આચાર્યની પદની મેળવી આચાર્યની પદવી મેળવ્યા બાદ દુરુપયોગ કરી અને અમદાવાદની રંજનબેન નામની મહિલાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી અને નાણાની ઉચાપત કરી જોકે નારાયણની બી.એડ કોલેજના પ્રમુખનું કેવું છે કે પાલનપુર નહીં પરંતુ અન્ય પણ ચાર કોલેજોમાં આ દંપતિએ ઠગાઈ કરી છે

પોલીસે હાથધરી તપાસ

મહત્વની વાત તો એ છે કે નારાયની બીએડ કોલેજ દ્વારા દોઢ વર્ષ પહેલા 4 કરોડની ઉચાપતની અરજી પૂર્વ પોલીસ મથકે ફરિયાદ માટે આપી હતી પરંતુ પૂર્વ પોલીસ દ્વારા દોઢ વર્ષ બાદ ફરિયાદ નોંધાય છે ઉમિયા અને નારાયણની બી એડ કોલેજના પ્રમુખોની ફરિયાદમાં પોલીસે વિલંબ કર્યો છે અને એનું કારણ છે રાજકીય પ્રેશર રાજકીય પ્રેશરને કારણે બંને કોલેજોની ફરિયાદો મોડી લેવાઇ હોવાની ચર્ચાઓ છે જેને લઈને પોલીસ હવે આ બંને ફરિયાદોમાં તપાસ કઈ દિશામાં લઈ જશે તે જોવું રહેશે.


  • Follow us on: