• આજે દાહોદ, પંચમહાલમાં વરસાદની સંભાવના
  • આવતીકાલે વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી
  • આગામી 3 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી છે. જેમાં આગામી 3 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આજે દાહોદ, પંચમહાલમાં વરસાદની સંભાવના છે. તેમજ આજે ખેડા, મહીસાગરમાં વરસાદની સંભાવના છે.

આવતીકાલે વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી

આવતીકાલે વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી છે. તથા સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી આવતા આગામી 3 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. ત્યારે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. હાલ તાપમાન સામાન્ય રહેશે તથા 3 દિવસ બાદ તાપમાન ઘટશે.

5 ડિસેમ્બરથી તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટશે

5 ડિસેમ્બરથી તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટશે. 2થી 4 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. વાતાવરણમાં ફેરફારની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. આજથી પાંચ ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેની સાથે મહારાષ્ટ્રના દરિયામાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત, અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. તો કાલથી ચાર ડિસેમ્બર સુધી દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે.

  • Follow us on: