• 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રી કરતા નીચું નોંધાયું
  • ગઈકાલે નલિયા 15.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું
  • ડીસામાં 16.6 ડિગ્રી, અમદાવાદમાં 17.6 ડિગ્રી તાપમાન

રાજ્યમાં કમોસમી વરસાદ સાથે ઠંડીમાં વધારો થયો છે. જેમાં 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રી કરતા નીચું નોંધાયું છે. ગઈકાલે નલિયા 15.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ત્યારે ડીસામાં 16.6 ડિગ્રી, અમદાવાદમાં 17.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ગાંધીનગરમાં 17.5 ડિગ્રી ,ભુજમાં 17.2 ડિગ્રી તાપમાન છે.

મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થતા ઠંડીનો અનુભવ

વડોદરામાં 18.0 ડિગ્રી ,રાજકોટમાં 19.6 ડિગ્રી સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થતા ઠંડીનો અનુભવ થયો છે. તેમજ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે. તથા તાપમાનમાં 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઇ શકે છે. ડિસેમ્બરના પ્રારંભથી ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગના મતે ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ પસાર થઈ ચૂકી છે ત્યારે હવે કમોસમી વરસાદ પડવાની કોઇ શક્યતા નથી. આ સાથે જ આજથી હવામાન વિભાગે ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે.

કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું

કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યના લોકો હવે ઠંડીના ચમકારોનો અનુભવ કરશે. તો ડિસેમ્બરના પ્રારંભથી તો હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગને આગાહી કરી છે. ગઇકાલે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું હતું. નલિયામાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો ભુજ અને ડીસામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


  • Follow us on: