- સુરત જિલ્લામાં શાકભાજીના પાકમાં પણ નુકસાન
- ખેડૂતનો આખે આખો ઉભો પાક વરસાદમાં ધોવાયો
- પોક, પાપડી, તુવેર, લીલી ભાજીનો પાક ખરાબ થયો
દ.ગુજરાતમાં કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થયુ છે. જેમાં 1 લાખ હેક્ટરમાં કપાસના પાકને નુકસાનની ભીતિ છે. સુરત જિલ્લામાં શાકભાજીના પાકમાં પણ નુકસાન થયુ છે. ખેડૂતનો આખે આખો ઉભો પાક વરસાદમાં ધોવાયો છે. તેમાં પોક, પાપડી, તુવેર, લીલી ભાજીનો પાક ધોવાયો છે.
સરકાર સર્વે કરી વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ
સરકાર સર્વે કરી વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે. દક્ષિણ ગુજરાતમાં એક લાખ હેક્ટરમાં કપાસના પાકને નુકસાનની ભીતિ છે. તેમાં રૂપિયા 40 કરોડથી વધુની નુકશાનીનો અંદાજ છે. રવિવારે કમોસમી વરસાદના કારણે નુકશાન થયુ છે. દક્ષિણ ગુજરાતમાં કપાસ સહિતના પાક મળીને કરોડો રૂપિયાની નુકસાનીનો અંદાજ છે. જોકે,સર્વે બાદ જ નુકસાનનો ખરો આંકડો બહાર આવશે. ગતરોજ આવેલા માવઠાને લઇ દક્ષિણ ગુજરાતના ખેડૂતનો પાક બરબાદ થયો છે.
સુરત જિલ્લામાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકશાની
સુરત જિલ્લામાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકશાની થઇ છે. જેમાં ખેડૂતનો આખો આખો ઉભો પાક ધોવાઈ ગયો છે. તેમાં પોક, પાપડી, તુવેર, લીલીભાજીનો પાક ધોવાઈ ગયો છે. જેમાં સરકાર સર્વ કરે અને વળતર આપે તેવી માંગ કરવામાં આવી રહી છે.