- કમોસમી વરસાદથી નુકસાનની સહાય માટે MLAની માંગ
- સરકાર સર્વે કરાવી ખેડૂતને મદદરૂપ બને તેવી માંગ ઉઠી
- જિલ્લામાં વહેલી સવારે સાર્વત્રિક 1 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો
સમગ્ર રાજ્યમાં જયારે માવઠું થયું છે તેને લઈને ખેડૂતોને પડતા પર પાટુ પડી રહ્યું છે. ત્યારે જિલ્લાના ખેડૂતોએ અત્યારે શિયાળુ પાકની વાવણી કરી છે. જેમાં માવઠુ થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વરસાદથી ખેડૂતોનો ઉભો પાક પડી ગયો છે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો પરેશાન છે. ખેડૂતો સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે.

કમોસમી વરસાદથી નુકસાનની સહાય માટે MLAની માંગ
કમોસમી વરસાદથી નુકસાનની સહાય માટે MLAની માંગ છે. તેમાં ધ્રાંગધ્રાના MLA પ્રકાશ વરમોરાએ સરકારમાં રજૂઆત કરી છે. પોતાના વિસ્તારમાં બાગાયત ખેતીમાં નુકસાનની રજૂઆત કરાઇ છે. અધિકારીઓને નુકસાનીનો સરવે કરી આંકડા આપવા જણાવ્યું છે. ક્યા પાકમાં કેટલું નુકસાન તેની વિગતો MLA સરકારને આપશે. કમોસમી વરસાદે પાલનપુરમાં તારાજી સર્જી છે. મલાણા ગામેથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં મલાણા ગામમાં ખેતરો બેટમાં ફેરવાયા છે. તથા વરિયાળી અને એરંડાના પાકને વ્યાપક નુકશાન થયુ છે.

કમોસમી વરસાદે જૂનાગઢમાં વિનાશ વેર્યો
કમોસમી વરસાદે જૂનાગઢમાં વિનાશ વેર્યો છે. ત્યારે માખિયાલાથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં માખિયાલા ગામના ખેડૂતોને માવઠાનો માર પડ્યો છે. તેમાં ઘઉ, જીરું, રાયડો, તુવેરના પાકને નુકસાન થયુ છે. જિલ્લામાં વરિયાળી અને એરંડાના પાકને વ્યાપક નુકશાન થયુ છે. તેમજ મહીસાગરમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થતા ડાંગર, મકાઈ અને દિવેલાના પાકમાં નુકસાન થયુ છે. ખાનપુર તાલુકામાં માવઠાથી પાકમાં વ્યાપક નુકસાન થયુ છે. પાક લણવાના સમયે વરસાદથી પાકને નુકસાન થયુ છે.

સરકાર સર્વે કરાવી ખેડૂતને મદદરૂપ બને તેવી માંગ ઉઠી
મહીસાગર જિલ્લામાં વહેલી સવારે સાર્વત્રિક 1 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. જેના કારણે જિલ્લાના ખેડૂતોને વાવેતર કરવામાં આવેલ પાકને નુકસાન થયું છે. તેમજ પાકેલ પાક લણવાના સમયે વરસાદના કારણે તૈયાર પાક પલડી જતા ખેડૂતોને મોટુ નુકશાન થયું છે. તેમજ નસવાડી તાલુકામાં 25 હજાર હેકટરથી વધુ વાવેતર ફક્ત કપાસના પાકનું હોય કપાસનો પાક તૈયાર થવાના આરે હોય તેવામા માવઠાના કમોસમી વરસાદથી કપાસના છોડ જમીન દોસ્ત થયા છે. કપાસના છોડમા લાગેલા કપાસમાં જીડવા લાગ્યા હોય કપાસના છોડની ડાળ તૂટી પડી છે. સાથે તુવરના પાકને પણ મોટુ નુકસાન થયું છે. મોટા ભાગના ખેતરોમા મોટુ નુકસાન થયું હોય વિસ્તારના લોકો ખેતી આધારિત જીવન જીવતા હોવાથી સરકાર સર્વે કરાવી ખેડૂતને મદદરૂપ બને તેવી માંગ ઉઠી છે.