અમરેલીમાં હિન્દુ સંગઠનોએ હોબાળો મચાવ્યો. હનુમાનજી દાદાના મંદિર વિશે અભદ્ર શબ્દો બોલનાર ઇસમ સામે કાર્યવાહી કરવા માટે તમામ હિન્દુ સંગઠનો દ્વારા બહોળી સંખ્યામાં એકત્ર થઈ જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું. ફરી એક વખત સનતાન ધર્મને નિશાન બનાવવામાં આવતા હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો.
વાયરલ વીડિયો બાદ હિન્દુ સંગઠનો હોબાળો
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. ધ ડિઝાઇર વસંત ચાવડા નામના ફેસબુક ID પર હનુમાનજી મંદિરને લઈને અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હતી. આ વીડિયોમાં હનુમાનજી દાદાની ડેરીને આ નંગ અહીં નડે છે એને સમાજ કાઢી નાખે તો સારું તેવું કહેતા હિન્દુ સંગઠનો રોષે ભરાયા. અભદ્ર શબ્દનો ઉપયોગ થતા સનાતન હિન્દુ સમાજના દેવ હનુમાનજી માટે ઉપયોગ કરેલા શબ્દોને લઈને સનાતન ધર્મ પ્રત્યેની હલકી માનસિકતા છતી થઈ હોવાનું આ વાયરલ વીડિયોમાં જોવા સામે આવયું.
કડક કાર્યવાહીની કરી માગ
વાયરલ વીડિયોને પગલે તમામ હિન્દુ સંગઠનો દ્વારા અમરેલી એસપી કચેરી અને જિલ્લા કલેકટર કચેરી ખાતે બહોળી સંખ્યામાં રેલી કાઢીને રોષ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનોએ માગ કરી છે કે તાત્કાલિક આવા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈપણ શખ્સ સોશિયલ મીડિયામાં લોકપ્રિય થવા આવા શબ્દો અને આવા વીડિયો ના બનાવે. નોંધનીય છે કે અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સનાતન ધર્મના દેવી-દેવતાઓ વિરુદ્ધ અવારનવાર વિવાદસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તેમજ તેમના પુસ્તકોમાં પણ હિન્દુ દેવી-દેવાતાઓનું અપમાન થાય તે રીતે વર્ણન કરવામાં આવેલ છે. વારંવાર સનાતન ધર્મને નિશાન બનાવતા હિન્દુ સંગઠનો આ મામલે સરકાર સમક્ષ આકરી કાર્યવાહી અને કડક કાયદાની માગ કરી રહ્યા છે.