અમરેલીમાં ધારીના જંગલમાં આગ ફાટી નીકળવાનો બનાવ સામે આવ્યો છે. ધારીના આંબરડી સફારી પાર્ક અને ગામ વચ્ચેના રેવેન્યૂ વિસ્તારમાં આગ લાગી હતી. આગનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ ગઈ હતી. ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને ચાર કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમા લીધી હતી.


ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલી જિલ્લાના ધારીના આંબરડી સફારી પાર્ક અને આંબરડી ગામ વચ્ચેના રેવેન્યૂ વિસ્તારના જંગલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા

આગને કાબુમાં લેવા માટે અમરેલી ફાયર વિભાગના ત્રણ અને બગસરા નગર પાલિકાના એક ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી. આ ઉપરાંત ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આગની ઘટના હોવા છતાં વન વિભાગના કર્મચારીઓ ત્યાં ફરક્યા જ નહોતા. જંગલમાં વન્ય પ્રાણીઓ પણ રહેતા હોવાથી અધિકારીઓને આગ વઘુ વિકરાળ નહીં બનતાં રાહતનો શ્વાસ લીધો હતો.


  • Follow us on: