સાવલી ધારાસભ્ય દ્વારા ડેસર તાલુકાના મેરાકુઆ ગામની દૂધ મંડળીના મંત્રી દ્વારા મૃતકોના નામે દૂધના નાણાની ઉચાપત મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને પત્રકારોના સવાલમાં સાવલી ખાતે સાવલી નગરપાલિકાનું કૌભાંડ ઉજાગર થયું.
ટેન્ડર વગર નગરપાલિકાએ સરકારી જગ્યામાં કોમ્પ્લેક્ષસ
સાવલી નગરપાલિકા દ્વારા કોઈપણ ટેન્ડર વગર નગરપાલિકાએ સરકારી જગ્યામાં કોમ્પ્લેક્ષસ ઊભું કર્યું. સાવલી નગરપાલિકાએ દુકાનદારો પાસે સંમતિ કરાર કરાવ્યા. સાવલી નગરપાલિકા દુકાનદારોને વીજ કનેક્શન આપવા એમજીવીસીએલને પત્ર લખ્યો. સાવલી નગરપાલિકાનો કેતન ઇનામદારે પ્રેસ કોન્ફરન્સમાં સાવલી નગરપાલિકાનો લૂલો બચાવ કર્યો હતો. કેતન ઇનામદારે જણાવ્યું હતું કે આ કોમ્પ્લેક્ષસ દુકાનદારો દ્વારા કોન્ટ્રાક્ટર પાસે બનાવેલ છે. તો આ કોમ્પ્લેક્ષસ પર સાવલી નગરપાલિકાનું બેનર કેમ? પ્રત્યેક દુકાનદાર પાસે સાડા ત્રણ લાખ રૂપિયા ઉઘરાયા હોવાની ચર્ચા છે, આ જગ્યા નગરપાલિકાની નથી છતાં કોમ્પ્લેક્ષસ ઉભું કરાયું છે.
લેટરમાં સાવલી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની સહી પણ કરવામાં આવી
દુકાનદાર અને નગરપાલિકાનું સોગંદનામુ મીડિયા સમક્ષ સામે આવ્યું. પ્રથમ પક્ષકાર તરીકે દુકાનદાર જ્યારે બીજા પક્ષકાર તરીકે સાવલી નગરપાલિકા હોવાનો ઉલ્લેખ. આ સોગંદનામાં ઉલ્લેખ કરાયો છે કે તારીખ 1 થી 5 માં નગરપાલિકા ₹2500 રૂપિયા ભાડું વસૂલશે. આ સોગંદનામાં દુકાનનો માલિકી હક ફેર નહીં થાય દર ત્રણ વર્ષે ભાડુ વધારવાની શરતે દુકાનો આપી. સાવલી નગરપાલિકાએ પીપીપી ધોરણ હેઠળ દુકાન બનાવી આપેલ છે. સાવલી નગરપાલિકા દુકાનદારોને વીજ કનેક્શન આપવા વિનંતી કરતો પત્ર પણ સામે આવ્યો. આ લેટરમાં સાવલી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની સહી પણ કરવામાં આવી છે.
દુકાનો કોન્ટ્રાક્ટર દ્વારા બાંધવામાં આવી છે !
આ જમીન ઉપર નગરપાલિકાએ કોમ્પ્લેક્ષસ બનાવી 95 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ઉઘરાવી હોવાની ચર્ચા સામે આવી છે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેતન ઇનામદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દુકાનો કોન્ટ્રાક્ટર દ્વારા બાંધવામાં આવી છે. જ્યારે પાલિકા એ દુકાનદારો સાથે કરેલ કરાર કરેલા ડોક્યુમેન્ટ સામે આવ્યા.પાલિકાના કોર્પોરેટર હસુભાઈ પટેલે સમગ્ર મામલે ધારાસભ્યની પ્રેસ કોન્ફરન્સ બાદ તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.













