વડોદરા ધારાસભ્ય કેતન ઇનામદારે ડેસરના મેરાકુવા દૂધ મંડળી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી હલચલ પેદા કરી છે. આ મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા સેન્ટ્રલ કો. ઓપ. બેન્ક સામે સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ જણાવ્યુ હતુ કે, કેમ ખાતેદારોને ઓનલાઇન નાણાં નથી મળતા, 10 વર્ષથી કેમ kyc નથી તેવા આરોપ પણ લગાવવામાં આવ્યા હતા. બરોડા સેન્ટ્રલ કો. ઓપ. બેન્કના ચેરમેન રાજુ પટેલનું નિવેદન સામે આવ્યુ છે.
બરોડા સેન્ટ્રલ કો.ઓ.બેન્કના ચેરમેનની પ્રતિક્રિયા
MLA કેતન ઇનામદારના આરોપ પર હવે બરોડા સેન્ટ્રલ કો.ઓ.બેન્કના ચેરમેન રાજુ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. MLA કેતન ઇનામદારે બેન્ક પ્રશ્નો ઉઠાવ્યા હતા. અને બેન્કમાં નાણાંકિય વ્યવહાર યોગ્ય ન ચાલતો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેઓએ સવાલ ઉઠાવતા જણાવ્યુ હતુ કે, 10 વર્ષથી KYC નથી થતી તે અંગે બેન્ક અધિકારીઓને તપાસના આદેશ આપવા જોઇએ.બેન્કમાં ડેરીના 85 હજાર ખાતા છે. વાર્ષિક 25 થી 30 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થાય છે. હવે ઓનલાઇન નાણાં ચૂકવવાની કામગીરી હાથ ધરાશે. અહીં ફક્ત 3.50 લાખ જ ખાતેદાર છે તેમ ચેરમેને જણાવ્યુ હતુ. મંત્રી કે પ્રમુખોને નહીં, સીધા સભાસદને નાણાં અપાશે અને ડેરીની દૂધ મંડળીઓમાં તપાસ કરાવવામાં મામલે પણ ખાતરી અપાઇ હતી. તેમ ચેરમેને જણાવ્યુ હતુ.
દૂધ મંડળી અને બેન્કની બબાલ
બેન્કમાં ડેરીના 85 હજાર ખાતાઓ છે જે પૈકી વાર્ષિક 25 થી 30 કરોડની લેણદેણ થાય છે. રાજુ પટેલે કહ્યુ હતુ કે, આ મામલે આરબીઆઈ તપાસ કરશે. બેન્ક અધિકારીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હવે ઓનલાઇન નાણાં ચૂકવવાની કામગીરી હાથ ધરાશે. હવે મંત્રી કે પ્રમુખોને નાણાં નહિ આપવામાં આવે. આ નાણાંકિય વ્યવહાર સીધો સભાસદ સાથે કરવામાં આવશે.