વડોદરામાં ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો છે. ACBના છટકામાં કોમ્પ્યુટર ઓપરેટર 6000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. આરોપીએ વેચાણ દસ્તાવેજની પાકી નોંધ કરવા લાંચ માંગી હતી.
મળતી માહિતી મુજબ, ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર 6000ની લાંચ લેતા ઝડપાયો છે. ડેસર મામલતદાર કચેરી ખાતે વેચાણ દસ્તાવેજની તેમજ મૈયતની કાચી નોંધની પાકી નોંધ કરવા અરજી કરી હતી. ફરિયાદીએ વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા આજે છટકું ગોઠવ્યું તેમાં કોમ્પ્યુટર ઓપરેટર રાજેન્દ્રસિંહ રામસિંહ પરમાર રહે પરથમપુરા તાલુકા સાવલી ઝડપાયો છે. કોમ્પ્યુટર ઓપરેટર 6000ની લાંચ લેતા ઝડપાયાના અહેવાલ વાયુવેગે પ્રસરતા ડેસર મામલતદાર કચેરીએ સન્નાટો છવાયો છે.













