વડોદરા શહેરમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેવામાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં શહેરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાંથી એક હજારથી વધુ તાવના કેસો અને ઝાડાના 69 કેસો મળી આવ્યા હતા.


વડોદરા મહાનગરપાલિકના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ત્રણ વિસ્તાર શીયબાગ, ગોરવા અને એકતાનગરમાં સર્વે કરવામાં આવ્યો હતો. જે સર્વેમાં 1,000થી વધુ તાવના કેસો મળી આવ્યા છે. વડોદરામાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો અને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે, આરોગ્ય વિભાગે કરેલા સર્વેમાં ત્રણ વિસ્તારોમાંથી સૌથી વધુ 1,019 તાવના કેસો મળી આવ્યા છે, સાથે ઝાડાના 69 કેસો મળી આવ્યા હતા.

પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 34,111 હજાર ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. તેમજ સાથે 96,480 પાત્રોની ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. ઉપરાંત 23 કોન્સ્ટ્રક્શન સાઇટ ચકાસી હતી આજ દિન સુધીમાં કુલ 9 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટોમાં નોટિસો ફટકારવામાં આવી છે, સાથે સાથે 19 સ્કૂલ હોસ્ટેલોમાં પણ કામગીરી ચકાસવામાં આવી હતી. જેમાંથી ચાર જેટલી સ્કૂલ હોસ્ટેલોમાં નોટિસ પાઠવવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 248 ટીમો બનાવવામાં આવી છે. જેના દ્વારા કુલ 276 વિસ્તારોની મુલાકાત લઈને 59,650 ઘરો તપાસવામાં આવ્યા હતા.

  • Follow us on: