- પાદરાથી વડોદરાનો 23 કિમી લાંબો એક્સપ્રેસ વે શરૂ
- મનુબરથી સાંપાનો 31 કિમી લાંબા રોડનું કામ પૂર્ણ
- સાંપાથી પાદરાના 32 કિમીના એકસપ્રેસ વેની શરૂ
કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મહત્વના રૂટ એવા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસનો વધુ એક ભાગનું આજે વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે નવા ભારતના નિર્માણમાં ધોરી સમાન પુરવાર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવસારીથી ગુજરાતમાં દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસવેના વડોદરા થી ભરૂચ સુધીમાં 87 કિલોમીટર લાંબા ત્રણ પેકેજ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.

સમગ્ર રાજ્યમાં એક મજબૂત રોડ નેટવર્કનું નિર્માણ કરવું એ ગુજરાત સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંનું એક છે. આ દિશામાં, રાજ્યના વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના ત્રણ ભાગોનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયું છે. એમાં પહેલો ભાગ, 31 કિમી લાંબો મનુબરથી સાંપાનો છે, જેને રૂ.2400 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે જ વડોદરામાં મુખ્ય લોજિસ્ટિક્સ હબને જોડશે. જેના પરિણામે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં નોંધપાત્ર આર્થિક વિકાસ થશે.

આ જ રીતે, બીજો ભાગ લગભગ 32 કિમી લાંબો સાંપાથી પાદરાનો છે, જેને રૂ.3200 કરોડથી વધુના ખર્ચે અને ત્રીજો ભાગ 23 કિમી લાંબો પાદરાથી વડોદરાનો છે, જેને રૂ.4300 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે રૂ.10 હજાર કરોડથી વધુના NHAIના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વડાપ્રધાન જનતાને સમર્પિત કરશે.