રાજકોટ ગેમઝોન હોનારત બાદથી વડોદરામાં ગેમઝોન બંધ હતા ત્યારે વડોદરા શહેરમાં 5 મહિનાથી બંધ ગેમઝોન ફરી શરૂ થયા છે. જરૂરી તમામ પરવાનગી બાદ પોલીસે લીલીઝંડી આપી છે. બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કર્યા બાદ શહેરમાં 5 ગેમઝોન શરૂ કરવા પરવાનગી અપાઇ છે.
મળતી માહિતી મુજબ, વડોદરામાં 4 મહિનાથી બંધ ગેમઝોન ફરી શરૂ કરવામાં આવ્યા છે. જરૂરી પરવાનગી બાદ વડોદરામાં 5 ગેમઝોન શરૂ કરવા મંજૂરી અપાઈ છે.R&B વિભાગે લાઈવ ડેમો કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા બાદ બંધ ગેમઝોન ફરી શરૂ થયા છે. આ તમામ ગેમઝોનમાં પાલિકાએ ફાયર ફેસિલિટી ચેક કરીને ફાયર NOC આપી છે. હવે ફરી વડોદરાના તમામ ગેમઝોન પૂ:ન શરૂ થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.













