• વલસાડ બેઠક લોકસભા ચૂંટણીમાં સૌથી મહત્વની બેઠક હતી
  • ભાજપના યુવા નેતા ધવલ પટેલ જંગી બહુમતીથી મતોથી જીતી
  • વલસાડ બેઠક પર ભાજપે જીતની હેટ્રિક લગાવી છે

વલસાડ બેઠક લોકસભા ચૂંટણીમાં સૌથી મહત્વની બેઠક હતી અને હવે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઈ ગયું છે. વલસાડ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ (ST) ઉમેદવાર માટે અનામત બેઠક છે. આ વખતે ભાજપે યુવા નેતા ધવલ પટેલ 37 વર્ષિય ને ટિકિટ આપી બધાને ચોંકાવી દીધા હતા. કોંગ્રેસે પણ યુવા નેતા અનંત પટેલને ટિકિટ આપી હતી. ત્યારે હવે ભાજપના યુવા નેતા ધવલ પટેલ 2,10,704 મતોથી જીતી ગયા છે. ધવલ પટેલની જંગી બહુમતીથી જીત થઈ છે અને વલસાડમાં ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે. તમને જણાવી દઈએ કે વલસાડ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ (ST) ઉમેદવાર માટે અનામત બેઠક છે.

ત્રિપાંખીયા જંગમાં ભાજપે મારી બાજી

પારડી વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયા જંગમાં કોંગ્રેસે જયશ્રી પટેલને ટીકીટ આપી હતી. જેઓ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી જીત્યા હતા. તેમની માતા 1985માં આ બેઠક પર જીત મેળવી ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કેતન પટેલ પારડી તાલુકાની તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે. જેઓએ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ વખતે પારડી વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયા જંગમાં ભાજપે બાજી મારી છે.

વલસાડ લોકસભા બેઠક પરિણામ ઈતિહાસ

વલસાડ લોકસભા બેઠક પરિણામના ઈતિહાસની વાત કરીએ તો, વલસાડ બેઠક આઝાદી સમયે સુરત વિસ્તારમાં આવતો હતો પરંતુ 1957થી અલગ બેઠક બની ત્યારથી વાત કરીએ તો, આ બેઠક પર કોંગ્રેસ 9 વખત, ભાજપ પાંચ વખત, જનતા દળ અને ભારતીય લોકદળ 1-1 વખત જીત્યા છે.

વલસાડ લોકસભા બેઠક જાતિ સમિકરણ અને મતદાર સંખ્યા

સૌપ્રથમ જાતિગત સમિકરણોની વાત કરીએ તો અહીં સૌથી વધુ વસ્તી ધોડિયા, કુકણા અને નારલી સમાજની છે, જેમાં ધોડિયા પટેલ 4 લાખ મતદાર, પછી કુકણા સમાજના 3 લાખ મતદાર, તો વારલી જાતીના 2.59 લાખ જેટલા મતદારો છે, આ સિવાય ઓબિસી 2.18, જનરલ 2.6, કોળી પટેલ 1.8, આ સિવાય નાયકા અને ભીલ અને લઘુમતિના ભેગા થઈ 1 લાખ, અને અન્ય 2.28 લાખ જેટલા મતદારો છે. તો વલસાડ બેઠક પર કુલ મતદારો 18.54 લાખથી વધુ છે. જેમાં પુરૂષ મતદાર 9,42,655 અને મહિલા 9,11,851 મતદાર અને થર્ડ જેન્ડર 19 જેટલા નોંધાયા છે.

તમને જણાવી દઈએ કે, વલસાડ બેઠક પર ભાજપ બે વખતથી જીતતી આવી છે. જેમાં ભાજપ ઉમેદવાર કે.સી. પટેલ 2014 માં કોંગ્રેસ ઉમેદવાર કિશન પટેલને હરાવ્યા હતા તો 2019માં કોંગ્રેસ ઉમેદવાદ જીતુ ચૌધરીને હરાવ્યા હતા. ઉલ્લેખનિય છેકે આ વખતે કોંગ્રેંસ અને આપ બંને ગઠબંધન સાથે લોકસભા ચૂંટણી લડી હતી. કોંગ્રેસ-આપ સામે ભાજપે આ વખતે પણ જીત મેળવી છે.

  • Follow us on: