- વલસાડ જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ
- વલસાડના છીપવાડ અંડરપાસમાં બની ઘટના
- અંડરપાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા
વલસાડ શહેરમાં મોડી સાંજ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધોધમાર વરસાદ થી જ રસ્તાઓ નદીમાં પરિવર્તન થતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વલસાડ અને ધરમપુર ને જોડતા સ્ટેટ હાઇવે ઉપર રસ્તો નદીમાં પરિવર્તન થવા પામ્યો હતો..સ્ટેટ હાઇવે ના વલસાડ ધરમપુર રોડ ઉપર ગૂંથણ સમાં પાણી ભરાય જતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ ના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાય જવાની સમસ્યા સામે આવી હતી.















