• વેજલપુર પોલીસે બાતમીના આધારે પકડયા બે આરોપીને
  • કાર ચોરી કરીને વેજલપુર વિસ્તારમાં ફરતા હતા
  • મોજ શોખ પુરા કરવા માટે કરી હતી કારની ચોરી

અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કાર ચોરીને લઈ ગુનો નોંધાયો હતો.તેને લઈ પોલીસે આરોપીને શોધવા માટે ટીમ બનાવી હતી,પોલીસને બાતમી મળી કે આરોપીઓ કાર લઈને વેજલપુર તરફ આવી રહ્યાં છે તે દરમિયાન ડી-સ્ટાફના માણસોએ બે આરોપીને ઝડપી પાડયા છે.કયાંથી ચોરી કરી અને કાર કોને વેચવાના હતા તેને લઈ વેજલપુર પોલીસે તપાસ હાથધરી છે.

મોજશોખ માટે કરતા કારની ચોરી

સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથધરી છે,તપાસ દરમિયાન સામે આવ્યું છે કે,બન્ને આરોપીઓ જુહાપુરાના રહેવાસીઓ છે અને તે તેમના મોજશોખ પૂરા કરવા માટે કારની ચોરી કરતા હતા.એક આરોપીની ઉંમર 19 વર્ષ છે અને એક આરોપીની ઉંમર 20 વર્ષ છે,પોલીસની તપાસ દરમિયાન અનેક ખુલાસાઓ થઈ શકે તેવી સંભાવના છે,આરોપીઓએ અગાઉ પણ કારની કે અન્ય ચોરી કરી છે કે નહી તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે.પોલીસે 4,75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સરખેજ પોલીસે પણ કાર ચોરી કૌંભાડ ઝડપ્યું

અમદાવાદમાં ચોરી અને લૂંટની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. શહેરમાં ગેરેજમાં મુકેલી ગાડીઓની ચોરીના બનાવો છેલ્લા એક મહિનામાં વધી રહ્યાં છે. ત્યારે પોલીસે સરખેજ, આનંદનગર અને ઘાટલોડિયામાં ગેરેજમાંથી કારની ચોરી કરનારી ગેંગના ત્રણ શખસને ચાર ગાડીઓ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી કુલ 22 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સાણંદમાં કાર ચોરી ઝડપાઈ

અમદાવાદ જિલ્લાના સાણંદમાં એક સ્કોર્પિયો કારની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ કરતા સાણંદ પોલીસે રાજસ્થાનથી સ્કોર્પિયો ચોર ગેંગ પકડી પાડી હતી. આ ગેંગ રાજસ્થાનથી કાર ચોરી કરવા ખાસ ગુજરાત આવતી હતી. સાણંદ પોલીસે રાજસ્થાનથી ઓમપ્રકાશ બિશ્નોઇ અને માંગીલાલ બિશ્નોઇની ધરપકડ કરી હતી. જેની પાસેથી પોલીસે એક સ્કોર્પિયો, મારુતિ સુઝુકી અને મોબાઈલ જપ્ત કર્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આ ગેંગના હજી રસૂલખાન અને સુરેશકુમાર બિશ્નોઈ નામના બે આરોપીઓ સામેલ હતા. જેની પોલીસે શોધખોળ હાથધરી છે. આ ગેંગ દ્વારા સાણંદ વિસ્તારમાંથી 4 કારની ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી.

  • Follow us on: