રાજકોટમાં લાંચિયા સરકારી બાબુઓએ લાંચ લેવામાં હદ કરી નાખી છે. સરકારી અધિકારી નાગરિકો પાસેથી લાંચ રુશ્વત લઈને પોતાના ખિસ્સા ભરે છે.તો નાગરિકોનું શું થશે. રાજકોટમાં એક નાગરિકે સાંસદ રામ મોકરિયાને ફરિયાદ કરી હતી. જેમાં એક અધિકારીએ તોડપાણી કરીને લાંચ લીધી હોવાનો આક્ષેપ ભોગ બનનારે લગાવ્યો હતો.
સાંસદ રામ મોકરિયાએ અધિકારીને ખખડાવતા તે અધિકારી પૈસા આપી ગયા હતા. તો આમ જ ચાલતુ રહેશે તો નાગરિકો પાસેથી લાંચિયા બાબુઓ પૈસા ખંખેરતા રહેશે. રાજકોટ તોલમાપ વિભાગના અધિકારી લાંચ મામલે ભોગ બનનાર હરિસિંહ સુતરિયાએ નિવેદન આપ્યું હતું.
અધિકારીઓ પર લાંચ માંગવાનો આક્ષેપ
તોલમાપ વિભાગના અધિકારીઓ પર તોડના આક્ષેપ મામલે ભોગ બનનાર હરિસિંહ સુતરિયાએ જણાવ્યું કે, 4-5 દિવસ પહેલા જ અમારી ફેક્ટરી પર કેટલાક અધિકારીઓ આવ્યા હતા. તોલમાપના અધિકારીઓએ આવીને ફેક્ટરીમાં કેવા પ્રકારનો માલ તૈયાર થાય છે. તે અંગેનું ચેકિંગ છે. તેમ જણાવીને તમારા ઉત્પાદનમાં ઘણી વિગતો નથી. તેમ કહ્યું હતું. આગળ ભોગ બનનારે જણાવ્યું કે, અધિકારીઓએ ફેક્ટરીમાં ચેકિંગ કર્યા બાદ તમારી કંપની ગેરરીતિ કરે છે. માટે સીલ કરવી પડશે.જે બાદ અમે લોકોએ તેમને કહ્યું કે, આવું કોઈ તોલમાપ હોઈ શકે તેની અમને ખબર નથી.
સાંસદ રામ મોકરિયાએ પૈસા અપાવ્યા
અધિકારીઓએ ભોગ બનનારને 87 હજાર દંડ અને સીલીંગ કરવાની વાત કરી હતી. જે બાદ ભોગ બનનાર હરિસિંહ સુતરિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમે અધિકારીઓને વિનંતી કરી કે, આવુ ન કરો અમે નાના માણસો છીએ. અમારો વેપાર બંધ ન કરો. જે બાદ વેપારીઓને કુલ રુપિયા 50 હજારમાં બધુ પૂર્ણ થઈ જશે તેમ કહ્યું હતું. પછી મને રામ મોકરિયા યાદ આવ્યા જેમની પાસે મે મદદ માંગી તેમને અધિકારીઓને ફોન કરીને ખખડાવ્યા હતા. જે બાદ 4 અધિકારીઓ પાછા આવીને પૈસા આપી ગયા હતા. જે મામલે એસીબીમાંથી ફોન આવતા અમે પ્રાથમિક ઉત્તર આપ્યો છે.