રાજકોટના મવડી વિસ્તારમાં સમી સાંજે એક 40 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. સંજયભાઈ નામના વેપારી આ જગ્યાએ ફ્લેટ બનાવતા હોવાથી પોતે આ મકાન પણ ખરીદી કર્યું હતું. મકાન જર્જરિત હોવાથી ખાલી હતું. પાયાનું કામ ચાલતું હતું ત્યારે નીચેથી પથ્થર સરકવા લાગતા આ મકાન ગમે તે ઘડીએ પડે તેવી સંભાવના વર્તાતી હોવાથી સવારે 5 કલાક પૂર્વે જ કામ બંધ કરાવી દીધું હતું અને મજૂરોને ઘરે જવા દીધા હતા.


કામ બંધ કરી દીધું હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટના મવડી વિસ્તારમાં એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં આસપાસના રહીશોમાં ભય ફેલાયો હતો. મકાન ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું અને તેમાં કોઈ રહેતું નહોતું.બપોરના સુમારે અચાનક જ મકાન તૂટી પડતા ધૂળના ગોટેગોટા ઉડ્યા હતા. આસપાસના લોકો તાત્કાલિક ભેગા થઈ ગયા હતાં. અગાઉથી જ બધાને દૂર ખસેડી કામ બંધ કરી દીધું હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી.

ફાયર,પોલીસ અને કોર્પોરેશનનો સ્ટાફ દોડી ગયો

મકાન ધરાશાયી થવાના બનાવની જાણ થતાં જ ફાયર,પોલીસ અને કોર્પોરેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.ફાયર બ્રિગેડ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી અને કાટમાળ નીચે કોઈ દટાયેલું નથી તેની ચકાસણી કરાઈ હતી. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને નિયંત્રણમાં લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: