સાબરકાંઠામાં યુવાનને તાલિબાની સજા અપાઈ હોવાની વાત સામે આવી છે જેમાં પ્રેમિકાને મળવા આવેલ યુવાનને તાલિબાની સજા અપાઈ છે,ગ્રામજનોએ યુવકને નગ્ન કરીને ગામમાં ફેરવ્યો છે,ઈડરના જાદરના ચડાસણા ગામે આ બનાવ બન્યો છે,તો પોલીસે મુક પ્રેક્ષક બનીને તમાસો જોયો અને યુવાનની ફરિયાદ પણ લીધી નહી હોવાની વાત સામે આવી છે.
યુવાનને અર્ધનગ્ન હાલતમાં ફેરવતા પોલીસ સામે સવાલ
પ્રેમ કરવો કોઈ ગુનો નથી પરંતુ ગામડાઓમા હજી પણ અમુક રીત રિવાજો ચાલુ છે અને તેને અનુસરવામાં આવતા હોય છે,આવી જ એક ઘટના સાબરકાંઠાના ઈડરમાં બની છે જેમા પ્રેમિકાને મળવા આવેલા યુવકને ગ્રામજનો જોઈ જતા તેને કપડા કાઢીને ગામમાં ફેરવ્યો હતો અને તેની પાસે માફીપત્ર પણ લખાવ્યું હતુ,તો યુવાનને માર મારવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી છે,પોલીસે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથધરી છે.
યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
આ ઘટના બે દિવસ અગાઉની છે અને હાલમાં યુવક સારવાર હેઠળ હોસ્પિટલમાં છે,પોલીસે સમગ્ર કેસમાં કોઈ તપાસ હાથધરી નથી અને પોલીસે ફરિયાદ પણ લીધી નથી,આ વીડિયો ગામના કોઈ યુવાન દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે,પરંતુ પોલીસ હવે જે લોકોએ યુવાનને ગામમાં ફેરવ્યો તેની સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.પ્રેમિકા પરણિત છે અને તેને યુવક મળવા આવ્યો હોવાની પણ વાત સામે આવી છે,તો યુવતીના સાસરીયાઓએ બન્નેને નિવસ્ત્ર હાલતમાં પકડી પાડયા હતા,સાબરકાંઠા એસપીએ ઈડર પોલીસને ગુનો નોંધવા માટે આદેશ આપ્યા છે.