• સમગ્ર ઘટના મામલે રેસ્ટોરન્ટના માલિકનું નિવેદન સામે આવ્યું
  • અમારા પ્રતિસ્પર્ધી દ્વારા આ પ્રકારનો વીડિયો વાયરલ કરાયો
  •  રેસ્ટોરન્ટ આસપાસની જગ્યા પણ બંધ કરવા નોટિસ અપાઇ છે

અમદાવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. જેમાં નિકોલમાં ઢોસાના સંભારમાંથી ઉંદર નીકળ્યો હતો. તેમાં સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેમાં અહેવાલ બાદ મનપાએ કાર્યવાહી હાથ ધરી હતી. તેમાં દેવી રેસ્ટોરન્ટને મનપા દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરી છે. જેમાં મનપાની તપાસમાં પેસ્ટ કંટ્રોલ માટેનું સર્ટિ પણ ના મળ્યું તથા રેસ્ટોરન્ટ આસપાસની જગ્યા પણ બંધ કરવા નોટિસ અપાઇ છે.

ગઈકાલે ભોજનમાં પતંગિયું પડ્યું હતું

સમગ્ર ઘટના મામલે રેસ્ટોરન્ટના માલિકનું નિવેદન સામે આવ્યું છે. જેમાં રેસ્ટોરન્ટ માલિકે જણાવ્યું છે કે અમારા પ્રતિસ્પર્ધી દ્વારા આવુ કરવામાં આવ્યું છે. સાણંદ, બોપલમાં અમારા નામજોગ રેસ્ટોરન્ટ ખુલી છે. નામજોગ મળેલી રેસ્ટોરન્ટ આધારે ફરિયાદ કરીશું. તેમજ ઉંદરનો વીડિયો અમારા નામજોગ વાયરલ થયો છે. ગઈકાલે ભોજનમાં પતંગિયું પડ્યું હતું તેમાં પતંગિયું પડ્યા બાદ ભોજન બંધ કરાવ્યું હતુ.

અમારા પ્રતિસ્પર્ધી દ્વારા આ પ્રકારનો વીડિયો વાયરલ કરાયો

અમદાવાદના નિકોલમાં દેવી ઢોસા રેસ્ટોરન્ટમાં મૃત ઉંદર નીકળવાના વાયરલ વીડિયો આધારે મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. તેમાં દેવી રેસ્ટોરન્ટને નોટિસ પાઠવીને સીલ કરાઇ છે. તેમજ મનપા અધિકારી તપાસ અંતર્ગત રસોડું ઓપન હાલતમાં મળ્યું છે. તથા મનપાની તપાસ દરમ્યાન હાઇજેનિક પ્રશ્ન પણ સામે આવ્યો હતો. મનપા દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરાઇ છે. તેમજ પેસ્ટ કન્ટ્રોલ માટેનું સર્ટી પણ ન હોવાનું મનપા કહેવું છે. જેમાં હાઈજેનિક કન્ડીશન યોગ્ય ના હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેમાં રેસ્ટોરન્ટ આસપાસ ખુલ્લી જગ્યા પણ બંધ કરવા માટે AMCએ નોટિસમાં ઉલ્લેખ કર્યો છે. રેસ્ટોરન્ટ માલિકનું કહેવું છે કે અમારા પ્રતિસ્પર્ધી દ્વારા આ પ્રકારનો વીડિયો વાયરલ કરાયો છે.


  • Follow us on: