ગુજરાતમાં ભરઉનાળે જોરદાર વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 2 દિવસથી લોકોને વરસાદથી રાહત મળી છે ત્યારે ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે.


ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું પહોંચશે

રાજ્યમાં ભર ઉનાળે વરસાદ ખાબક્યા બાદ પણ ખેડૂતો ફરી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. ઉનાળામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. તેથી હવે ચોમાસામાં ફરી વરસાદ આવે અને સારો પાક થાય તેવી આશા વ્યક્ત કરતા ખેડૂતો માટે ખુશખબર છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું પહોંચશે. આ વર્ષે ગુજરાતમાં જલ્દીથી ચોમાસું પહોંચશે.

ગુજરાતનાં આ શહેરમાં પડશે વરસાદ

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી કરી છે કે, ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ ફરી વરસાદ આવશે. સાથે જ સુરત, નવસારી, વલસાડ, તાપીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ડાંગ, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ થવાની શક્યતા

ગુજરાતમાં 21થી 23 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. 10થી 12 જૂન મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ રહેશે. સાથે જ 13 જૂનથી 15 જૂન દેશના ઘણા ભાગોમાં પૂરની શક્યતા છે. દેશના પૂર્વ ભાગ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે. સાથે જ આ વર્ષે ચોમાસુ સારૂં રહેશે એટલે કે ખેડૂતો માટે સારા સામાચાર કરી શકાય.


  • Follow us on: