- કિંજલ દવેની પવન જોશી સાથે તૂટી ગઇ સગાઇ
- પવન જોશી સાથે કિંજલની કરી હતી સગાઇ
- કિંજલ અને તેના ભાઇની સગાઇ સાટા પદ્ધતિથી થઇ હતી
ગુજરાતભરમાં ગરબા ક્વિનથી પ્રસિદ્ધ થયેલી કિંજલ દવેની સગાઇ તૂટી જતા કિંજલ દવેના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. કિંજલ દવે અને તેના ભાઇની સગાઇ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. જેમાં કિંજલના ભાઇ આકાશની પવન જોષીની બહેન સાથે સગાઇ કરાઇ હતી. પરંતુ હવે મળતી માહિતી મુજબ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઇ તૂટી ગઇ છે.
તમને જણાવી દઇએ કે હજુ પણ કેટલાંક સમાજમાં સાટા પદ્ધતિનો રિવાજ ચાલી રહ્યો છે. જેમાં એક જ પરિવારના છોકરો-છોકરી અન્ય પરિવારના છોકરા-છોકરી સાથે લગ્ન કરે છે. જો એકના લગ્નજીવનમાં ભંગાણ પડે તો બીજાના લગ્ન પણ એ જ ક્ષણે તૂટી જાય છે. પછી ભલે તેઓ એકબીજા સાથે સુખી કેમ ન હોય. આ રિવાજના કારણે બન્ને પરિવારને ઘણી વાતો વેઠવી પડે છે.












