ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ અને ગાંજો ઝડપાતો હોય છે ત્યારે સૌથી વધારે ડ્રગ્સ દરિયા કિનારેથી ઝડપાઈ આવ્યું છે,તો ગુજરાત પોલીસ,ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડ આ મામલે સતર્ક છે અને સતત કામગીરી કરી રહી છે,ત્યારે બીજી તરફ પોલીસ પણ ડ્રગ્સ માફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી છે.


14-04-2025ના રોજ પોરબંદરથી ઝડપાયું ડ્ર્ગસ

ગુજરાત ATSના ડીઆજી સુનિલ જોશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, એટીએસને પાકિસ્તાની સ્મગ્લરોની માહિતી મળી હતી. પોરબંદરના દરિયાકાંઠે 400 કિલો ડ્રગ્સની હેરાફેરીની બાતમી મળી હતી. એટીએસ દ્વારા આ માહિતી ભારતીય કોસ્ટગાર્ડને શેર કરાઈ હતી. ત્યારબાદ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. પાકિસ્તાનથી આવતુ આ ડ્રગ્સ વાયા ગુજરાત થઈને તામિલનાડુ પહોંચાડવાનું હતું. દરિયામાં સ્મગલરોની બોટનો કોસ્ટગાર્ડે પીછો કર્યો હતો. કોસ્ટગાર્ડને જોઈને આ બોટ ડ્રગ્સને દરિયામાં ફેંકીને પાકિસ્તાની જળસીમામાં પહોંચી ગઈ હતી.આ ડ્રગ્સની કુલ કિંમત અંદાજે 1800 કરોડ છે.

29 એપ્રિલ 2024 પોરબંદરથી ઝડપાયુ ડ્રગ્સ

ગુજરાત એટીએસ,કોસ્ટગાર્ડ અને એનસીબીની ટીમે પોરબંદરમાંથી 90 કિલો ડ્રગ્સ ઝડપી 14 પાકિસ્તાનીઓને ઝડપ્યા હતા.અંદાજિત 600 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું હતુ,.78 પેકેટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે.પાકિસ્તાનીઓને તાત્કાલિક ડીટેઈન કરાયા હતા.સમગ્ર ઘટનામાં ફાયરિંગ કરવામાં આવ્યુ છે,પાકિસ્તાની બોટને પોરબંદર લવાઈ છે.ATSએ મુખ્ય શકલેન નામના આરોપીની ધરપકડ કરી હતી.

27 એપ્રિલ 2024 ગાંધીનગરથી ઝડપાઈ ડ્રગ્સની ફેકટરી

ગાંધીનગરના પિપળજ ગામે ગુજરાત ATS અને NCBને મોટી સફળતા મળી હતી.પિપળજ ગામે ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ હતી,તો જે ઘરમાં આ કામકાજ કરાતું હતુ.ત્યા આગળથી 10 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરાઈ હતી.તો બીજી તરફ આ ડ્રગ્સને લઈ રાજસ્થાનમાં પણ ATSએ દરોડા પાડયા હતા.25 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો.

28 ફેબ્રુઆરી 2024ના દિવસે વેરાવળમાંથી ઝડપાયું ડ્રગ્સ

ગુજરાતના વેરાવળમાં થોડા દિવસ પહેલા રૂપિયા 350 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાત અને કેન્દ્રની વિવિધ એજન્સીને મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાથી રૂપિયા એક હજાર કરોડથી વધારેની કિંમતના હસીસ સહિત ત્રણ અલગ અલગ ડ્રગ્સને જપ્ત કરવામાં સફળતા મળી હતી. જેમાં ઇરાનથી ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ લઇને આવી રહેલા પાંચ ક્રુ મેમ્બર્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાત એટીએસની બાતમીને આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.

12 માર્ચ 2024ના દિવસે પણ પોરબંદર ખાતેથી ઝડપાયું ડ્રગ્સ

પોરબંદરના દરિયાકાંઠાથી ફરી એકવાર ડ્રગ્સના મોટું રેકેટનો પર્દાફાશ થયો હતો. પોરબંદરના અરબી સમુદ્રમાંથી ફરી એકવાર કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ હતુ, 480 કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી, પોરબંદરથી 350 કિમી દૂર જળસીમામાંથી આ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ખાસ વાત છે કે, ગુજરાત ATS, કૉસ્ટગાર્ડ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સના જથ્થો દરિયામાંથી પકડયો હતો. 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઇ હતી.

  • Follow us on: