રાજકોટમાં ફરી એકવાર વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો. વ્યાખોરના આતંકનો એક મહિલા ભોગ બની. મહિલાએ વ્યાજખોરના ત્રાસથી પોલીસ સ્ટેશન બહાર જ ફિનાઈલ પીધું. ફિનાઈલ પીતા પહેલા મહિલાએ વીડિયો બનાવ્યો અને પોલીસ પર પણ આક્ષેપ કર્યો કે તે ફરિયાદ ના લેતી નથી અને વ્યાજખોરને છાવરી રહી છે.


પોલીસે ફરિયાદ ના લેતા મહિલાએ પીધું ફિનાઈલ

શહેરમાં પ્રદ્યુમન નગરમાં રહેતી મહિલાએ આજે ફીનાઈલ ગટગટાવતા ચકચાર મચી જવા પામી છે. મહિલાએ આ પગલું વ્યાજખોરના ત્રાસના કારણે લીધું હોવાનું જણાવ્યું. પ્રદ્યુમન નગરમાં રહેતી પરણિતી મહિલાએ આક્ષેપ કર્યો છે કે વ્યાજખોરે તેનું ઘર પચાવી પાડયું છે. વ્યાજખોર સદામ બદવાણી ઘર પચાવ્યા બાદ પણ તેમને ત્રાસ આપતો હોવાની મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.પરંતુ વ્યાજખોર વિરુદ્ધ પોલીસે ફરિયાદ ના લેતા પરિણીત મહિલાને આઘાત લાગ્યો. આખરે પોલીસ પણ પ્રજાની ફરિયાદ નહીં લે તો ભોગ બનનારા પીડિત લોકો કયાં જશે. કયાં પોતાનો ન્યાય માગશે.

પરિણીત મહિલાએ અંતિમ પગલું ભર્યું

વ્યાજખોર ત્રાસ આપતો હોવાની પોલીસે ફરિયાદ ના લેતા આખરે પરિણીત મહિલાએ અંતિમ પગલું ભર્યું. મહિલાએ પોલીસ સ્ટેશન બહાર જ ફિનાઈલ પી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. મહિલાએ ફિનાઈલ પીતા પહેલા મોબાઈલમાં વીડિયા બનાવ્યો હતો. વીડિયોમાં મહિલાએ આક્ષેપ કર્યો હતો કે વ્યાજખોર ત્રાસ આપી રહ્યો છે અને પોલીસ ફરિયાદ લેવાના બદલે આવા નરાધમને છાવરી રહી છે. આ મામલે પોલીસે નિવેદન આપતા જણાવ્યું કે આ ઘટના બે દિવસ પહેલાની છે.

વ્યાજખોર સામે કાર્યવાહી

પોલીસ સ્ટેશન સામે ફિનાઈલ પી આત્મહત્યાનો કરનાર પ્રયાસ કરનાર મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી. પોલીસે કહ્યું કે પોલીસ સ્ટેશનમાં મહિલાની આવી કોઈ ફરિયાદ આવી નથી. પરંતુ મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ વ્યાજખોર સદામની પૂછપરછ કરવામાં આવી. અને પોલીસને જાણવા મળ્યું કે છેલ્લા 12 વર્ષથી વ્યાજખોર દ્વારા મહિલાને મકાન બાબતે હેરાન કરવામાં આવતી હતી.આ બાબત સામે આવ્યા બાદ વ્યાજખોર સદામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી. અગાઉ પણ રાજકોટમાં એક આધેડે વ્યાજખોરના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી હતી.


  • Follow us on: